Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

નિમીષાબેન સૂથારને ધારાસભ્ય અને આદિજાતી મંત્રી પદથી દૂર કરો :આદિવાસી સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આપ્યું આવેદન

ખોટી રીતે આદિજાતી પ્રમાણપત્ર મેળવીને આદિજાતી બેઠક પરથી ચુટાઈ આવ્યા હોવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કેશ ચાલુ

ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે જીલ્લા કલેકટર કચેરી ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ નિમીષાબેન સૂથારને ધારાસભ્ય અને આદિજાતી મંત્રી પદથી દૂર કરવામા આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.

જીલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.જેમા આક્ષેપ કરતા જણાવાયુ હતુ કે નિમીષાબેન સૂથાર પોતે ખોટી રીતે આદિજાતી પ્રમાણપત્ર મેળવીને આદિજાતી બેઠક પરથી ચુટાઈ આવ્યા હોવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કેશ ચાલુ છે.

આવેદનમાં વધૂ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોરવા હડફના ધારાસભ્યના પિતાનુ જાતિપ્રમાણપત્ર વિશ્લેષણ સમિતીમાં મોકલવામા આવતા રાજકીય દબાણ સમિતી ઉપર ઉભુ કરીને યોગ્ય પુરાવા નહી હોવા છતા માન્ય કરવામા આવ્યુ હતુ. ધારાસભ્ય પોતે ફોટા આવી જાતિના પ્રમાણપત્ર લઈને વિવાદમાં ઘેરાયેલા હોવા છતા તેવા સંજોગોમાં તેમને રાજ્યકક્ષાના આદિજાતિ કક્ષા જેવુ સંવેદનશીલ મંત્રાલય સોપી શકાય નહી.તેવુ આદિવાસી સમાજનુ માનવુ છે.

તેમને આદિજાતી મંત્રી તરીકે નિમવાથી આદિવાસી સમાજને ઠેસ પહોચી છે.તેમના સામેના કેસમા જ્યા સુધી ફેસલો ના આવે ત્યા સુધી તેમને આદિજાતી પદ પરથી દુર કરવામાં આવે તેવી માંગણી છે. આદિવાસી સમાજની લાગણી અને માંગણી સમજીને ધારાસભ્ય નિમીષાબેન સુથારને આદિજાતી મંત્રી પદ પરથી દૂર કરવામા તેવી માંગણી કરવામા આવી છે.

(8:55 pm IST)