Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજ્યમાં વરસાદના કારણે રાજ્યમાં 2 સ્ટેટ હાઈવે સહિત 103 રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. 27 અને28 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, ડાંગ તાપી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ છે. વરસાદના કારણે રાજ્યમાં 2 સ્ટેટ હાઈવે સહિત 103 રસ્તાઓ બંધ થયા છે.

(8:40 pm IST)