Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વડોદરામાં નવું મકાન ઉભું કરવા કોન્ટ્રાકટરે બેંકના નિવૃત કર્મચારી સાથે 8.11 લાખ પડાવનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ન્યુ સમા વિસ્તારમાંનવું મકાન ઉભું કરવા કોન્ટ્રાક્ટરે નિવૃત્ત બેંક કર્મચારી પાસેથી 8.11 લાખ પડાવી લઈ મકાન નહીં બનાવી આપી છેતરપિંડી આચરવાનો બનાવ સમા પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે કોન્ટ્રાક્ટર વિરુધ્ધ છેતરપીંડી- વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ ઉપર આવેલ મંગલ દર્શન સોસાયટીમાં રહેતા 61 વર્ષીય અશ્વિનભાઈ બ્રહ્મભટ્ટ એસબીઆઇ બેન્કમાંથી નિવૃત્ત જીવન ગુજારે છે. તેમના ઘરની પાછળ આવેલા મકાનને ડીમોલેશન કરી નવેસરથી ઊભો કરવાનો કોન્ટ્રાક્ટ રાઘવ કન્સ્ટ્રકશનના માલિક હિતેશભાઈ ચાંનપુરા ( રહે - શિવમ સોસાયટી, વૃંદાવન ચોકડી પાસે, ઉંડેરા -બાજવા, વડોદરા ) ને સોંપ્યો હતો. હિતેશભાઈની કામગીરી સારી જણાતા અશ્વિનભાઈએ શેરખી ખાતે આવેલા પોતાના પ્લોટમાં મકાનનું બાંધકામ કરવાનો વિચાર માંડ્યો હતો. અને કોન્ટ્રાક્ટ પેટે હિતેશભાઈને બે તબક્કામાં 8.11 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ મકાનનું કામ ક્યારે શરૂ કરશો તેવું પૂછતા ખોટા વાયદાઓ બતાવી દિવસો પસાર કર્યા હતા. જેથી રકમ પરતની માંગણી કરતા કોન્ટ્રાક્ટરે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. અને તેનો કોઈ પતો પણ લાગતો નથી.

(6:16 pm IST)