Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આણંદ જિલ્લામાં 22 સરકારી કચેરી સહીત 128 શાળાઓમાં મચ્છરોના બ્રીડીંગ શોધવા ટીમે શોધખોળ હાથ ધરી

આણંદ : જિલ્લામા વધતા જતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બિમારીઓના વાવરને લઇને તંત્ર એકશનમા આવ્યુ છે. જેમા રોગના વાહક એવા માદા ઇજીપ્તી એડીસી,એનોફીલીસ મચ્છરોના બ્રિડીગની શોધખોળ માટે મેલેરિયા વિભાગ દ્વારા ૨૧ સપ્ટેમ્બરથી કામગીરી શર- કરાઇ છે. જેમાં આરોગ્ય વિભાગના જુદા-જુદા ૨૩૯ કર્મચારીઓની ટીમ તૈનાત કરાઇ છે. સાથોસાથ ૭૦ તજજ્ઞા સુપરવાઇઝરોને પણ કામગીરી માટે ફરજયુક્ત કર્યા છે. જેમાં પ્રથમ દિવસે ટીમે જુદી-જુદી ૧૨૮ શાળાઓ તેમજ ૨૨ સરકારી કચેરીઓમાં અચાનક સર્વેની કામગીરી હાથ ધરી હતી. તેમા પાણી ભરાઇ રહેતુ હોય તેવા સ્થળો, ટેબલ-તિજોરીઓ, બાથરૂમ-ટોયલેટ, જળપાત્રો સહિતના સ્થળોએ ચકાસણી હાથ ધરી હતી. જોકે એકપણ સ્થળે મચ્છરોના લાર્વા કે પોરા મળ્યા નહી હોવાનુ તેમજ આગામી દિવસોમાં તમામ સરકારી કચેરીઓ, શાળાઓને ઝુંબેશ હેઠળ આવરી લઇને પોરા કે બ્રિડીંગ મળી આવશે તો નિયંત્રણની કામગીરી હાથ ધરાશે. તેમ અધિકારીએ જણાવ્યુ છે. 

(6:13 pm IST)