Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

માણસામાં ખુલ્લી જગ્યામાં વીજળી પડતા ચાર પશુઓના મોત

માણસા: માણસા પંથકમાં દિવસભરના ઉકળાટ બાદ ઘન ઘોર વરસાદી વાદળો ચડી આવ્યા હતા અને વીજળી ના જોરદાર કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને તે સમયે માણસા તાલુકાના પરબતપુરા ગામ ની સીમમાં  જામળા રોડ પર પોતાના ખેતરમાં મકાન બનાવી ખેતી અને પશુપાલન કરતા ગોવિંદજી છગુજી  ઠાકોર ના ઘર પાસેની ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે બાંધેલ બે ભેંસ અને એક ગાયના ઉપર અચાનક જોરદાર કડાકા સાથે આકાશી વીજળી પડતા ત્રણે પશુના મોત નિપજયા હતા જે બાબતે ખેડૂતે ગામના તલાટીને જાણ કરી સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી તો  પોતાના પરિવારના જીવનનિર્વાહ માટે એકમાત્ર દુધાળા પશુના આકાશી વીજળી પડવાથી મોત થતા તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી તો માણસા પાસેના ઇટાદરા ગામે પણ રામદેવપીરના મંદિર પર મોડી રાત્રે વીજળી પડતા ધજા તેમજ મંદિરના મીટરને નુકસાન થયું હતું તેમજ આજુબાજુના કેટલાક મકાનો માં પણ ઈલેક્ટ્રીક ઉપકરણોને નુકસાન થયું હતું અને આ વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો ગતરાત્રે માણસા પંથકમાં ૫૭ એમએમ જેટલો વરસાદ થતા માણસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળી હતી.

(6:12 pm IST)