Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ઈડરના મોહનપુરામાં હનીટ્રેપમાં ફસાવી યુવક પાસેથી 70 હજાર પડાવી લેનાર મહિલા સહીત અન્ય 10 સભ્યોની ગેંગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ઇડર: શહેરના મોહનપુરા (ફાગોલ) ગામના એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૃા. ૭૦,૦૦૦ પડાવી લેનાર મહિલા સહિતની ૧૦ સભ્યોની ગેંગના ૪ જણાને પોલીસે આબાદ રીતે ઝડપી પાડયા હતા. ઝડપાયેલા શખ્સો અગાઉ નક્કી કરેલ રકમનો બાકીનો હિસ્સો લેવા માટે આવ્યા હતા.

ઇડરના મોહનપુરા ગામના એક યુવકના મોબાઇલ ફોન પર ગત તા. ૮ના રોજ એક યુવતીએ ફોન કરી પ્રેમભરી વાતો કર્યા બાદ મળવા માટે બોલાવ્યો હતો જેમાં આ યુવક મળવા જતાં યુવતી તથા તેના સાગરિતોએ વીડિયો બનાવી લઈ બાદમાં આ યુવકને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ૫ લાખની માંગણી કરી હતી જેમાં અંતે રૃા. ૧.૬૦ લેવાનું નક્કી કરી જે તે વખતે યુવક પાસેથી રૃા. ૭૦ હજાર રૃપિયા પડાવી લીધા હતા.

બાદમાં બાકીના પૈસા માટે આ લોકોએ ધાકધમકી આપવાનું શરૃ કરી એકવાર યુવક તથા તેના મિત્રનું અપહરણ પણ કર્યું હતું જેમાં પૈસાનો વાયદો કરતા યુવકનો છુટકારો થયો હતો.

(6:12 pm IST)