Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજ્ય સરકાર દ્વારા અનુસુચિત જનજાતિના યુવક-યુવતિઅો માટે નવેમ્બરમાં માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસનો ખડક ચઢાણ તાલીમ

૧૪ થી ૩૫ વર્ષના ઉમેદવારોઍ ૧૫ અોક્ટોબર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારી કચેરી-બનાસકાંઠા ખાતે અરજી કરવાની રહેશે

ગાંધીનગરઃ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧૪ થી ૩૫ વર્ષની ઉંમરના યુવક-યુવતીઓ માટે આગામી નવેમ્બર-૨૦૨૧માં માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસના નિઃશુલ્ક ખડક ચઢાણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવનાર છે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

આ યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ પોતાના પૂરા નામ, સરનામા (આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/શૈક્ષણિક સંસ્થાનું ઓળખ કાર્ડની પ્રમાણિત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ/લાઇટ બીલ/ગેસ બીલ/ટેલિફોન બીલમાંથી કોઇ એકની પ્રમાણિત નકલ જોડવી) , જન્મ તારીખ (જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર),શૈક્ષણિક લાયકાત/ વ્યવસાયની વિગત, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ ગાઇડ જેવી પ્રવૃત્તિઓ કે રમત-ગમતમાં ભાગ લીધો હોય તેની વિગત, વાલીનું સંમતિપત્ર, શારીરિક તંદુરસ્તી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ અનુસૂચિત જનજાતિ અંગેના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે.

આગામી તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ જ આ તાલીમમાં ભાગ લઇ શકશે. આ માટે રસ ધરાવતા યુવક-યુવતીઓએ ઉક્ત જણાવેલી વિગતો સાથે તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી બનાસકાંઠા, જિલ્લા સેવા સદન-૨,એસ-૨૧, બીજો માળ, જોરાવર નગર પેલેસ કંપાઉન્ડ, પાલનપુર, જિ.બનાસકાંઠા-૩૮૫૦૦૧ ને અરજી મોકલવાની રહેશે. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતાના આધારે ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરી તેમને આ અંગે જાણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(5:37 pm IST)