Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાણવડ પાલિકાની ચૂંટણીના દિવસે શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા જાહેરનામુ

ગાંધીનગરઃ રાજ્યની ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્યસત્રની ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણીઓ માટે તા.૦૩/૧૦/૨૦૨૧ના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે ત્યારે જે તે વિસ્તારના ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જે કોઇ માલિક જોગવાઇ વિરુધ્ધનું વર્તન કરશે તે દંડ અને શિક્ષાને પાત્ર રહેશે એમ રાજ્યના શ્રમ આયુક્તશ્રીની યાદીમાં જણાવાયું છે.

(5:34 pm IST)