Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

૨ સિંહ-૪ સિંહણના બદલામાં ગુજરાતને મળ્યો 'ઈલેકશન' ગેંડો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઝૂમાં રખાશે

જૂનાગઢનું બિહાર સાથે એનિમિલ એકસચેન્જ

અમદાવાદ, તા.૨૩: ગુજરાત પાસે સિંહોનો ખજાનો છે. ત્યારે ગુજરાત મોટાપાયે એનિમલ એકસચેન્જ કરે છે. ત્યારે એનિમલ એકસચેન્જ પ્રોગ્રામમાં ગુજરાતમાં ૬ સિંહોના બદલામાં બિહારથી એક ગેંડો આવ્યો છે. બિહારના ઝૂ સાથે એકસચેન્જ પ્રોગ્રામમાં ૬ ગુજરાતથી ૬ સિંહ મોકલવામાં આવ્યા છે, તેની સાથે એક ગેંડો લાવવામાં આવ્યો છે. બિહારથી લાવવામા આવેલ આ ગેંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવશે.

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા મોટાપાયે એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ કરવામાં આવે છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ૬ સિંહોને બિહારના પટણા મોકલવામાં આવ્યા છે. પટણામાં ૨ નર અને ૪ માદા સિંહને મોકલવામાં આવ્યા છે. જેની સામે બિહારથી 'ઇલેકશન' નામના માદા ગેંડાને લાવવામાં આવી છે. આ માદા ગેંડાનું નામ રસપ્રદ છે. પટણામાં તેને ઈલેકશન નામ આપવામાં આવ્યું છે. આ માદા ગેંડાને કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવાયેલા ઝૂમાં મૂકવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ ૨ નર અને ૪ માદાને પટણાના ઝૂ ખાતે મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ વન્ય પ્રાણીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. ૬ સિંહોના બદલામાં પટણાથી ભારતીય પ્રજાતિનો ગેંડાને કેવડીયા ઝૂ ખાતે લઈ આવવામાં આવશે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ દ્વારા એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ દ્વારા અનેક પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં હાલ કેવડિયા ખાતે બનાવાયેલા ઝૂ માટે મોટા પ્રમાણમાં એનિમલ એકસચેન્જ કરવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી, તા. ર૩ : જો તમે નેટફ્લિકસ, DTH અને અન્ય સર્વિસિસનો ઉપયોગ કરો છો તો એ તમારા માટે જાણવું ખૂબ જરૂરી થાય છે કે તમારી એ સર્વિસિસ બંધ પણ થઈ શકે છે. એનું કારણ RBIના નવા નિયમ. જો તમે આ સર્વિસિસનાં બિલોની ચુકવણી અને રિચાર્જ કરવા માટે ઓટો-પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરો છો તો તમારે હવે રિઝર્વ બેન્કના નવા આદેશો માનવા પડશે.

RBIના નવા આદેશો મુજબ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અથવા કોઈ પણ PPI એટલે કે પ્રિપેડ પેમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વ્યવહાર માટે હવે AFA એટલે કે એડિશનલ ફેકટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. એ ફરજિયાત હશે.

આ ઓટો પેમેન્ટ માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેટલાક નિયમ રજૂ કર્યા છે. એ નિયમ એક ઓકટોબરથી લાગુ થશે. આ નિયમોને લઈને કેટલીય બેન્કોએ યુઝર્સને નોટિફાઇ કરવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેન્કના આ નવા નિયમ નેટફ્લિકસ, હોટસ્ટાર, પ્રાઇમ વિડિયોઝ, મોબાઇલ અને ઝ્રવ્ણ્ રિચાર્જને અસર કરી શકે છે.

એક ઓકટોબરથી એડિશનલ ફેકટર ઓન્થેટિકેશન વિના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો કોઈ પણ વ્યવહાર પ્રોસેસ નહીં કરવામાં આવે.બેન્કોએ સ્પષ્ટ કર્યું છે. મોડિફિકેશનથી માંડીને રજિસ્ટ્રેશન અને અહીં સુધી કે કોઈ પણ સર્વિસને ડિલીટ કરવા માટે પણ તમારે AFAની જરૂર પડશે. યુઝર્સને ઓટો પે ડેબિટના ૨૪ કલાક પહેલાં પ્રી-ડેબિટ નોટિફિકેશન (SMS-Mail) મળશે. એમાં એક લિન્ક આપવામાં આવશે. જેનાથી વ્યવહાર-મેન્ડેટથી ઓપ્ટ-આઉટ પણ કરી શકો છો. તમે સ્થાયી નિર્દેશને મોડિફાઇ, કેન્સલ અથવા પછી વ્યુ પણ કરી શકો છો. તમે કાર્ડ પર મહત્તમ લિમિટ પણ ફિકસ્ડ કરી શકો છો.

(3:28 pm IST)