Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પોતે મુખ્યમંત્રીને એકલા મળવાને બદલે ૧૮ ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એકતાના દર્શન કરાવ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામનો પરિચય મેળવી, કોણ શું કામગીરી કરે છે તેની વિગતો રસપૂર્વક જાણી હતીઃ પોલીસ પાસે સમસ્યા ઉકેલવાની આવડત છે તેના ઉપયોગ કરી સામાન્ય માનવી પ્રત્યે હકારાત્મક વલણને પ્રાથમિકતા આપવા સૂચવ્યું : જેસીપી અજયકુમાર ચોધરી, મયંકસિંહ ચાવડા, એડી સીપી ક્રાઈમ બ્રાન્ચ વડા પ્રેમવિરસિંહ, સેકટર વડા રાજેન્દ્ર અસારી, ગૌતમ પરમાર અને રજા પર ગયેલ એક ડીસીપીને બાદ કરતા તમામ ડીસીપી સાથે રહ્યા અને આ નવી પ્રથાથી પોતાની ખુશાલી વ્યકત કરી

રાજકોટ તા.૨૩:  અમદાવાદના પોલીસ કમિશનરથી માંડી ડીસીપી સુધીના ૧૮ અધિકારીઓ એક ટીમના દર્શન મુખ્યમંત્રી પાસે કરાવતા તેની અમીટ છાપ પડી હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ફકત એક જ અધિકારી રજા ઉપર હોવાથી તેવો આવી શકયા ન હતાં.                    

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે  લાંબી કતાર હોવા છતાં તેઓ દ્વારા વ્યકિતગત તમામ સાથે પરિચય કેળવી તેમની કામગીરી અંગેની માહિતી મેળવી હતી. તેઓ દ્વારા પોલીસ તંત્ર દ્વારા ચોક્કસ બંદોબસ્ત અંગે તારીફ કરવા સાથે લોકો પ્રત્યે હકારાત્મક વલણ રાખવા સૂચન કરી તાબાના સ્ટાફને પણ આજ રીતે વર્તવા સૂચના આપી હતી. પોલીસ સાથે લોકોને સીધું કામ પડતું હોવાથી પોલીસની સકારાત્મક છબી ખૂબ જરૂરી હોય છે.                               

 કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે ફરજ બજવવા અને પોલીસ ધારેતો ગમે તેવી સમસ્યાઓ ઉકેલી શકે, તેઓ દ્વારા લોકો સાથે માનવીય અને ગુનેગારો સામે કડકાઈ રાખવા , પોલિસને ખરેખર કોઈ સમસ્યા હશે તો પોતે પણ હકારત્મક વલણ રાખી પોલીસને મદદરૂપ બનશે. સામાન્ય રીતે ઉચ્ચ અઘિકારીઓ એકલા જ મુખ્યમંત્રીશ્રીને મળવાનું પસંદ કરતા હોય છે પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આખી ટીમ સાથે મુખ્યમંત્રીશ્રીને મળી તમામને રૂબરૂ મળવાની તક આપી ટીમના એકતાના દર્શન કરાવ્યા જેનાથી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે સાથે પોલીસ અધિકારીઓમાં પણ એક ખુશીની લાગણી જન્મી છે.         

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી, જેસીપી મયંકસિહ ચાવડા,એડી.પોલીસ કમિશનર ક્રાઇમ  પ્રેમવિર સિહ, એડી પોલીસ કમિશનર સેકટર ૧, રાજેન્દ્ર અસારી, સેકટર ૨ના એડી.પોલીસ કમિશનર ગૌતમ પરમાર સહિત અન્ય ઝોનના ડીસીપી સામેલ થયા હતા.

(3:01 pm IST)