Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજપીપળામાં નિર્ભયા ટીમેં શાળા-કોલેજ બહાર ફરતા કેટલાક રોમિયોને પકડી ઉઠ-બેસ કરાવી માફી મંગાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : લાંબા સમય બાદ નર્મદા જિલ્લામાં શાળા કોલેજ ખુલ્લા મુકાયા છે ત્યારે ચાલુ શાળા,કોલેજ બહાર આંટા ફેરા મારી ક્યારેક અભ્યાસ કરતી દીકરીઓની છેડતી સહિતના બનાવ ન બને તે માટે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ ખાસ નિર્ભયા સ્કોડની રચના કરી છે. અને હાલ નિર્ભયા સ્કોડ પીએસઆઇ કે.કે.પાઠકના નેતૃત્વ હેઠળ અભ્યાસ કરતી દીકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી હોય ત્યારે નિર્ભયા ટીમની નિર્ભય બહેનો દરેક શાળા,કોલેજ બહાર દીકરીઓની ખાસ સલામતી માટે સતત તૈનાત રહી રાજપીપળાની અમુક શાળાઓ બહાર વગર કામના આંટા ફેરા મારતા કેટલાક યુવાનો ને ઉઠ બેસ કે અન્ય રીતે ઠપકો આપી માફી મંગાવતા આવા રખડતા રોમિયો માં ભય જોવા મળ્યો હતો.

ReplyReply to allForward

(10:22 pm IST)