Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચથી પોણા 5 ઇંચ સુધી વરસાદ : સૌથી વધુ કપરાડામાં પોણા 5 ઇંચ ખાબક્યો

ધરમપુર અને મહેસાણામાં સવા 2 ઇંચ વરસાદ :છેલ્લા બે કલાકમાં મહેસાણામાં 1 ઇંચ વરસાદ પડ્યો

અમદાવાદ :  રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને બીજા રાઉન્ડમાં મેઘરાજા ધુંવાધાર બેટિંગ કરી રહ્યાં છે. આજે 22 સપ્ટેમ્બરે રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચથી પોણા 5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વલસાડના કપરાડામાં પોણા 5 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 12 કલાકમાં કપરાડામાં પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ધરમપુર અને મહેસાણામાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે છેલ્લા બે કલાકમાં મહેસાણામાં 1 ઇંચ વરસાદ પડી ચુક્યો છે.

(9:14 pm IST)