Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

શિક્ષકની ગુણવત્તા સુધારવા ૧૨.૨૯ કરોડ રૂપિયા ખર્ચ

ગુણવત્તા સુધારવા તાલીમ અપાશે

ગાંધીનગર,તા.૨૩: પ્રાથમિક શિક્ષકોની ગુણવત્તા સુધારવા સરકાર ૧૨.૨૯ કરોડનો મસમોટો ખર્ચો કર્યો હોવાનું ધારાસભ્યના પ્રશ્નમાં લેખિત ઉત્તરમાં શિક્ષણમંત્રીએ જવાબ આપતા માહિતી આપી હતી. રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળેલુ હોવાની અનેક ફરિયાદો આવે છે જેમાં શિક્ષકોની ગુણવત્તા પણ નબળી હોવાના કિસ્સાઓ અવાર નવાર બહાર આવે છે. આ સ્થિતિમાં ધારાસભ્યના પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણમંત્રીએ ઉત્તર આપતા માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારની યોજના હેઠળ શિક્ષકોની ગુણવત્તા સુધારવા તાલીમ આપવામાં આવે છે. જેમાં છેલ્લા એક વર્ષમાં રાજ્યના ૮૯૨૯૭ શિક્ષકોને તાલીમ અપાઈ હતી. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષકોની તાલીમ પાછળ ૧૨.૨૯ કરોડનો ખર્ચ કર્યો છે.

(10:28 pm IST)