Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કપડવંજમાં શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.83 લાખની મતાની ઉઠાંતરી કરી

કપડવંજ: શહેરમાં રહેતાં શિક્ષક પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે અમદાવાદ ગયાં હતાં. દરમિયાન તસ્કરોએ શિક્ષકના મકાનમાંથી કુલ રૂ..૮૩ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયાં હતાં. બનાવ અંગે શિક્ષકની ફરિયાદને આધારે કપડવંજ ટાઉન પોલીસે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં આવેલ રામબાગ સોસાયટીમાં રહેતાં રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ નિરમાલી ઉમિયાનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત રવિવારના રોજ બપોરના સમયે તેઓ પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતાં સબંધીની ખબર જોવા માટે ગયાં હતાં. અને ત્યાં રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન કપડવંજ ખાતેના તેમના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ બેડરૂમની બારીના સળીયા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને બેડરૂમની તિજોરીમાંથી કુલ રૂ.,૮૩,૦૦૦ કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ભાગી ગયાં હતાં. બીજા દિવસે બપોરના સમયે રાહુલભાઈ ઘરે પરત ફર્યાં તે વખતે ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં હતો. તિજોરીનું લોક પણ તૂટેલી હાલતમાં જોઈ તેઓને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેઓએ તાત્કાલિક પોલીસમાં જાણ કરી ચોરીની ફરિયાદ આપી હતી. જેના આધારે કપડવંજ ટાઉન પોલીસે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)