Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગાંધીનગર જિલ્લામાં એલસીબીએ બાતમીના આધારે પેથાપુર ચાર રસ્તા નજીકથી બાઈક પર સવાર બે શખ્સોને પિસ્તોલ સહીત કારતુસ સાથે ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે એલસીબી-૧ની ટીમે બાતમીના આધારે પેથાપુર ચાર રસ્તા પાસેથી વિજાપુરથી ગાંધીનગર આવી રહેલા બાઈક ઉપર સવાર બે શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી એક પીસ્તોલ, ૧૮ કારતુસ અને મરચાંની ભુકી કબ્જે કરી હતી. આરોપીઓ અમદાવાદના વટવા જીઆઈડીસીમાં લૂંટ કરવા માટે પ્લાન બનાવીને નીકળ્યા હતા. તેમના અન્ય એક મહિલા સહિત ત્રણ સાગરીતોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે

પીએસઆઈ વી.કે.રાઠોડ અને તેમની ટીમ પેથાપુર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન પીએસઆઈ .જી.એનુરકારને બાતમી મળી હતી કે બે ઈસમો બે અલગ અલગ બાઈક ઉપર હથિયાર સાથે વિજાપુર નીકળ્યા છે અને હાલમાં ગાંધીનગર તરફ આવી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે પેથાપુર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને બન્ને ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં મહંમદ મુકીમ મહંમદ અબ્બાસ કુરેશી રહે.આંચલપુર, જિ.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશની પાસેથી દેશી બનાવટની પીસ્તોલ તેમજ ત્રણ કારતુસ મળી આવ્યા હતા.

(5:04 pm IST)