Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વડોદરા: હોટલમાં રસોઈ કરતી સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નરાધમને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં હોટલમાં રસોઇ કામ કરતા કરતા સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને ગોત્રી પોલીસે  ઝડપી પાડયો છે

ગોત્રી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૬માં બળાત્કારઅપહરણ  અને પોકશો એકટ હેઠળ ગુનો દાખલ થયો છે. તેની વિગત એવી છે કે, સગીરવયની કિશોરીની માતા એક હોટલમાં રસોઇકામ કરતી તી અને કિશોરી પણ માતાને મદદ કરવા સાથે જતી હતી. હોટલમાં કામ કરતા આરોપી સાનુવર બાલમ ઉર્ફે અજય નુરૃલ અમીન શેખ ..૩૦ (મૂળ રહે. ગંગાસાગર પશ્ચિમ બંગાળ) કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને કિશોરીને લઇને વતન પશ્ચિમ બંગાળ જતો રહ્યો હતો

ગોત્રી પોલીસે જે તે સમયે આરોપીનું પગેરૃ મેળવી તેના વતનમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ  પોતાની પાછળ છે  તેવી ગંધ આવી જતા કિશોરીને એકલી છોડીને આરોપી વતનમાંથી પણ ભાગી ગયો  હતો. જે તે સમયે પોલીસ કિશોરીને  પરત વડોદરા લઇ આવી હતી

(5:03 pm IST)