Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગુજરાત વિધાનસભા સત્રની ચર્ચા દરમિયાન

નાયબ મુખ્યમંત્રી પટેલે કોંગ્રેસના ધારાસભ્ય સોલંકીને કોન્ટ્રાકટર કહેતા હોબાળો મચેલ

દસાડાના ધારાસભ્ય સોલંકીએ પણ આ વાત સાબિત કરવા પટેલને ચેલેન્જ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૩ : ગુજરાત વિધાનસભાનો પ્રારંભ થયો છે ત્યારે અનેક વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છેે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા અનેક પ્રશ્નોને લઇ અને રજુઆત કરવામાં આવતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકીને કોન્ટ્રાકટર કહેતા ગુજરાત વિધાનસભામાં ભારે મામલો બિચકયો હતો.

નીતિનભાઈ પટેલે કહ્યું કે નવસાદભાઈ કોન્ટ્રાકટર છે આવા આક્ષેપો સાથે સંસદના વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો સર્જાયો હતો ત્યારે પાટડી દસાડા તાલુકાના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું કે પહેલા મને સાબિત કરો કે હું કોન્ટ્રાકટર છું કે નહીં ત્યારબાદ ગરમાતા મામલાના પ્રશ્ને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા. વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચતાં બાદમાં સમજાવટ બાદ નવસાદભાઈ સોલંકી ગૃહમાંથી બહાર નીકળ્યા હતા

ત્યારબાદ નવસાદભાઈ સોલંકી અધ્યક્ષને મળવા માટે પણ આ ધારાસભ્ય ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ધારાસભ્ય સોલંકી ગેલેરીમાં કોડલેસ માઈક પણ વેલમાં ફેંકયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં વિધાનસભા ગૃહમાં આ પ્રશ્નને લઈને ભારે હોબાળો મચ્યો છે ત્યારે પોતે કોન્ટ્રાકટર નથી તેવું સાબિત કરવા માટે નિતિનભાઈ પટેલને ચેલેન્જ સાથે જણાવવામાં આવ્યું છે અને સાબિત કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર પ્રોફેસર સોસાયટીમાં સોલંકી કન્ફ કસન નામનું બોર્ડ લાગેલું છે જયાં ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીની ઓફિસ પણ આવેલી છે પરંતુ આ રોડ રસ્તાની કામગીરી એમના ભાઈઓ દ્વારા ચલાવવામાં આવતી હશે જેના કારણે કોઈ વાત નીતિન પટેલના કાન ઉપર આવી હોય જેના કારણે તેમને તેમના ઉપર આક્ષેપો કર્યા હોય તેવું પણ હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે પરંતુ જે મામલો હોય તે હાલ તો વિધાનસભા ગૃહમાં ભારે હોબાળા સાથે ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી પોતાને કોન્ટ્રાકટર સાબિત કરી આપે એ મામલે લડી રહ્યા છે.

(11:53 am IST)