Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રીમડિસીવર ઇન્જેકશનનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ

કોરોનાની સારવાર માટેના ઉપયોગમાં લેવાય છે : સચિવ જયંતિ રવિ અને કેન્દ્ર સરકારના સંયુકત પ્રયાસોથી રીમડિસીવર ઇન્જેકશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થયો

ગાંધીનગર તા. ૨૩ : ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડો. એચ.જી.કોશીયાએ જણાવ્યું છે કે, રાજયમાં પ્રવર્તિ રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ-૧૯ના દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રીમડિસીવર ઇન્જેકશનની બજારમાં અછત ઉભી થયા હોવાના ઇન્ડીયન મેડીકલ એશોશીયેસનની રજુઆત સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે કે રાજયમાં હાલ આ ઇન્જેકશનનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ડો. કોશીયાએ ઉમેર્યું કે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવી અને કેન્દ્ર સરકારના સંયુકત પ્રયાસો થકી રીમડિસીવર ઇન્જેકશનના ઉત્પાદકો, જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy’s Lab. Ltd., Jubilant Lifescience Ltd. નો ગઈકાલે બજારમાં કુલ ૭,૯૩૮ ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ થયો છે. તે પૈકી આજે અંદાજે ૬,૮૦૦ ઇન્જેકશન ગુજરાત રાજયના દવા બજાર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અને ૧૪૭૬ ઇન્જેકશન અમદાવાદના સ્ટોકીસ્ટ પાસે ઉપલબ્ધ છે. કોશીયાએ કહ્યું કે આવતી કાલે ઝાયડસ કેડીલાના આશરે ૨૪,૦૦૦ ઇન્જેકશન પૈકી ૧૨,૫૦૦ ઇન્જેકશન ગુજરાત રાજયના દવા બજાર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવવામાં આવશે અને ૧૧,૫૦૦ ઇન્જેકશન ગવર્મેંન્ટ સપ્લાયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઉત્પાદક Hetero Drugs Ltd.ની ૫,૦૦૦ ઇન્જેકશન, Jubilant Lifescience Ltd.ના ૭૦૦ ઇન્જેકશન તેમજ Cipla Ltd ના ૧૫૦૦ ઇન્જેકશનનો જથ્થો અને આજનો ડિસ્ટ્રીબ્યુટર પાસેના ૧૪૭૬ ઇન્જેકશન એટલે કે ગુજરાત રાજયના દવા બજાર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૨૧,૧૭૬ ઇન્જેકશન ઉપલબ્ધ થવાના છે અને ગવર્મેંન્ટ સપ્લાયમાં ૧૩,૨૦૦ ઇન્જેકશન ઉપલબ્ધ રહેશે.તેમણે ઉમેર્યું કે ગુજરાત રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં આ દવાનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. એટલે રાજયના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

(11:51 am IST)