Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આખરે અમદાવાદના ધોબી ગામની વિશાલ ફેબ્રીકસ કંપનીને બંધ કરવા આદેશ કર્યો : રૂ. ૧ કરોડનો દંડ પણ ફટકાર્યો

કંપનીમાં ચાર કામદારો ગેસ ગળતરથી મોત નિપજતા સામાજિક કાર્યકરે મુખ્યમંત્રી ને લખીત ફરીયાદ કરેલ

અમદાવાદ : ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ચીરીપાલ ગ્રૃપની કંપની વિશાલ ફેબ્રીકસને બંધ કરવાનો હુકમ તેમજ રૂ. ૧ કરોડનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદ: જિલ્લાના ધોળી ગામની સીમમાં આવેલી ચિરિપાલ ગ્રુપ (Chiripal Group)ની વિશાલ ફ્રેબિક્સમાં ગેસ ગળતરના કારણે ચાર યુવા સફાઇ કામદારોના મત્યુ નિપજયા હતા. ઘટનાના પગલે વટાવણ ગામના સામાજિક કાર્યકરે રાજયના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રના આધારે જીપીસીબીએ ચિરિપાલ ગ્રુપ (Chiripal Group)માં તપાસ હાથ ધરીને ફેક્ટરી કલોઝરની નોટિસ ફટકારી હતી. તેની સાથે પર્યાવરણને નુકસાન કરવા બદલ એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટાવણના રહીશ કેતન પરમારે મુખ્યંમત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ જિલ્લાના ધોળી ગામની સીમમાં ચિરિપાલ ગ્રુપ (Chiripal Group)ના ધોળી ઇન્ડસ્ટ્રીઝ સ્પિનીંગ પાર્કમાં 12 જેટલી અલગ અલગ કંપનીઓ આવેલી છે. તમામ કંપનીઓમાં વેસ્ટ પાણીના નિકાલ માટે એક .ટી.પી. પ્લાન્ટ આવેલ છે. .ટી.પી. પ્લાન્ટમાં કેમિકલ પાઇપલાઇનમાં લિકેજ થતાં વિશાલ ફ્રેબિક નામની કંપનીના ચાર કામદારો રિપેરીંગ કરવા પ્લાન્ટમાં સાકડી જગ્યામાં ઉતર્યા હતા. પ્લાન્ટમાં કેમિકલ લિકેજ હોવાથી ઝેરી કેમિકલમાં એક કામદારને અસર થતાં તે સ્થળ પર મત્યુ પામ્યો હતો. કામદારને બચાવવા જતાં બીજા ત્રણ કામદારો પણ પ્લાન્ટની સાકડી જગ્યામાં ઉતર્યા હતા. તેઓ પણ ઝેરી કેમિકલથી મરણ પામ્યા હતા.

મરણ પામેલા તમામ કામદારોને કોઇપણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર ખૂબ જોખમકારક ઝેરી કેમિકલવાળા પ્લાન્ટમાં ઉતારવામાં આવ્યા હતા. તમામ કામદારોના મત્યુ થયા હતા. કંપની દ્રારા કર્મચારીઓની સુરક્ષા માટે કોઇપણ પ્રકારના ફાયરના સાધનો અને સ્ટાફની વ્યવસ્થા સ્થળ પર કરેલી હતી. કંપનીઓની કામગીરી અને સુવિધાઓનુ નિરીક્ષણ નિયમાનુસાર ઉદ્યોગ કમિશ્નરની કચેરી, શ્રમ અને રોજગાર કચેરી, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્રારા કરી કંપનીઓને જરૂરી સૂચના આપી તેનું પાલન કરાવવાનું હોય છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્રારા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થા અને .ટી.પી. પ્લાન્ટની તમામ પ્રકારની મશીનરીની કામગીરી અને તેની ગુણવત્તા, પ્લાન્ટની ક્ષમતા બાબતે નિરીક્ષણ કરી દસ્તાવેજી અને સ્થળ પરના પુરાવા લઇ કંપનીને લેખિતમાં જરૂરી સૂચના આપી. સૂચનાઓનું પાલન કરાવવાનું હોય છે. જ્યાં જ્યા ખામી જણાય અને નિયમ વિરુધ્ધની કામગીરી જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરાવવાની હોય છે.

કંપનીઓનો .ટી.પી. પ્લાન્ટમાં ક્ષમતા કરતા બમણો પ્રવાહી કચરો ઠાલવવામાં આવે છે. અને વધારાનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલવાળું પ્રવાહી ગામની ગોચરની જમીનમાં ગેરકાયદેસર તળાવ બનાવી નાંખવામાં આવે છે. જેના પરિણામે સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન થાય છે. તમામ કંપનીઓનું વાર્ષિક ઇન્સ્પેકશન પણ કરવામાં આવે છે. છતાં જીપીસીબીના અધિકારીઓ મોટો ભ્રષ્ટ્રાચાર કરી ગમે તેવી ગેરરીતિ ચલાવી લેતાં હોય છે.

જવાબદાર અધિકારીઓના પાપના કારણે ચાર કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હજુ પણ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામા નહીં આવે તો લોકો મરતા રહેશે. કંપનીઓને તથા અધિકારીઓને માનવીની જીંદગીની કોઇ કિંમત નથી.

પત્રના પગલે જીપીસીબીના અધિકારીઓએ ફેક્ટરીની મુલાકાત લીધા બાદ વિશાલ ફેબ્રીકસને 7મી ઓગસ્ટના રોજ પાણી અધિનિયમ 1974ની કલમ 33 ( ) હેઠળ બંધ કરવાનો હુક્મ કર્યો છે. તેની સાથે એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અંગેની જાણ જીપીસીબીએ વન અને પર્યાવરણ વિભાગને તેમ સામાજીક કાર્યકરને પત્ર દ્રારા કરી છે.

(10:18 pm IST)