Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

યુપીના ગવર્નર આનંદીબેન પટેલના અમદાવાદના બંગલામાં આગ : વરંડાનો કેટલોક ભાગ સળગી ગયો : મફતભાઈ પટેલને ઇજા નથી

એર ક્ધડીશનીંગ ડકટમાં આગ લાગ્યાનો ફોનકોલ ફાયરબ્રિગેડ દોડ્યું ; આગ કાબુમાં

 

અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના ગવર્નર આનંદીબેન પટેલના મેમનગર ખાતેના નિવાસસ્થાને આગ ફાટી નીકળી હતી. પતિ મફતભાઈ પટેલ આગ લાગી ત્યારે તેઓ ઘરના  પ્રથમ મજલે હતા તેઓને કોઈ ઇજા થઇ નથી .

 અમદાવાદ અગ્નિશમન કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું કે તેમને રવિવારે બપોર બાદ પુર્વ મુખ્યપ્રધાનના બંધ નિવાસસ્થાને એર ક્ધડીશનીંગ ડકટમાં આગ લાગ્યાનો ફોનકોલ આવ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ એસી ડકટમાંથી ધુમાડા અને અગનજવાળા જોવામાં આવ્યા હતા. વરંડાનો કેટલોક ભાગ સળગી ગયો હતો. આગ 10 મીનીટમાં કાબુમાં આવી ગઈ હતી. ફોન કરનારે મકાન બંધ હોવાનું જણાવ્યું હતું પણ આનંદીબેનના પતિ મફતભાઈ  પટેલ મકાનના પ્રથમ મજલે હોવાનું જણાવ્યું હતું.

(12:30 am IST)
  • સુરતમાં ક્વોરી માલિક દુર્લભ પટેલની આત્મહત્યાના મામલે આરોપી PI લક્ષ્મણ બોડાણાને સસ્પેન્ડ કર્યા બાદ પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે જૂનાગઢ પોલીસ તાલીમભવનમાં કરાઈ બદલી access_time 10:35 pm IST

  • લડાખ સરહદે વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા ચીન અને ભારત વચ્ચે સમજૂતી : ચીન અને ભારત બંને સરહદ ઉપર, ફ્રન્ટ લાઈન ઉપર, વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા, જમીન પરની હાલની પરિસ્થિતિ એકતરફી નહિ બદલવા, અને પરિસ્થિતિને જટિલ બનાવી શકે તેવા કોઈપણ પગલાં લેવાનું ટાળવા માટે સહમત થયા હોવાનું ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ છે. ચીન અને ભારત બંને દેશોનું સત્તાવાર સંયુક્ત નિવેદન ટૂંક સમયમાં જાહેર થશે. access_time 11:59 pm IST

  • 3.6ની તીવ્રતાના ધરતીકંપથી શ્રીનગર ધ્રુજી ઉઠ્યું : લોકો રસ્તાઓ પીઆર દોડી આવ્યા : જમ્મુ અને કાશ્મીર - શ્રીનગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારથી 11 કિ.મી. ના અંતરે મોડી સાંજે 09:40 વાગ્યે ભૂકંપ નોધાયાનું રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર એ જાહેર કર્યું છે. access_time 12:07 am IST