Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અમદાવાદમાં બર્થ ડે પાર્ટીમાં ફાયરિંગ મામલે એરફોર્સના એરમેન સહિત બે લોકોની ધરપકડ

રિવોલ્વર જમ્મુ કશ્મીરમાં લાયસન્સ પર લીધી હોવાનો ખુલાસો કર્યો

 

અમદાવાદના આનંદનગરમાં બે દિવસ પહેલા એક બર્થ ડે પાર્ટીમાં થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. અને તેની બર્થ ડે પાર્ટીમાં તેની રિવોલ્વરથી ફાયરિંગ કરાયાનો ખુલાસો થયો છે. જે રિવોલ્વર આરોપીએ જમ્મુ કશ્મીરમાં લાયસન્સ પર લીધી હોવાનો પણ ખુલાસો કર્યો છે.

  અંગેબની વિગત મુજબ 20 સપ્ટેમ્બરે વિનસ એટલાન્ટિકમાં રાતે કેટલાક લોકો બર્થ ડે પાર્ટી યોજી તેમાં ફાયરિંગ કર્યાની પોલીસને ફરિયાદ મળી હતી અને ત્યાર થી પોલીસને મળેલી માહિતી આધારે કરણ અને કુલદીપ ની પોલીસ શોધખોળ કરી રહી હતી. અને બને મિત્રોને ભાડજ પાસેથી પકડી લેવાયા છે.

    પોલીસે બન્નેને ઝડપી પાડયા છે અને બને મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મુખ્ય આરોપી એવા એરમેન કુલદીપ પરમાર સામે ફરિયાદ થતા એરફોર્સ તરફથી પણ કુલદીપ સામે પગલાં લેવાઈ શકે છે. ત્યારે બર્થ ડે પાર્ટીમાં ભાન ભૂલતા લોકો માટે પણ કિસ્સો એક લાલ બતી સમાન ગણી શકાય છે.

 

(11:32 pm IST)