Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સુરતના ચોકબજારની 20 લાખની ઉઠાંતરી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા : રિયાણાથી 7 આરોપીઓ ઝડપાયા

SBI બેન્કમાં કેશ કલેક્ટ કરવા આવેલી વાનમાંથી રૂ.19.52 લાખની ઉઠાંતરીકરી હતી

 

સુરતના ચોક બજાર વિસ્તાર થયેલી 20 લાખની લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે રિયાણાથી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

  શહેરના ચોકબજાર વિસ્તારમાં થોડા દિવસો પહેલા SBI બેન્કમાં કેશ કલેક્ટ કરવા આવેલી વાનમાંથી રૂ.19.52 લાખની ઉઠાંતરી કરવામાં આવી હતી.

    કેસમાં પોલીસે CCTVના ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. કેસમાં તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સહિત 8 અલગ અલગ ટીમોને તપાસમાં મુકવામાં આવી હતી. પોલીસને કામરેજ સુધી આરોપીઓનું પગેરું મળ્યું હતું. આરોપીઓએ કામરેજ સુધી પહોંચવા માટે ચોક બજારથી કામરેજ સુધીમાં ત્રણ રિક્ષાઓ બદલી હતી. પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવીના ફૂટેજ એકત્ર કર્યા હતા.

(11:18 pm IST)