Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સાપુતારાના સૌથી ઉંચા ડુંગર પર સેલ્ફી લેવા ગયેલી મહિલા 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી:ઝાડીમાં ફસાઈ જતા જીવ બચ્યો

નાસિકથી સાપુતારા ફરવા મહિલા સનરાઈઝ ડુંગર પર સેલ્ફી લેવાપહોંચી

 

ડાંગ સાપુતારામાં પર્વતના સૌથી ઉંચા પોંઈન્ટ પર સેલ્ફી લેવા ગયેલી એક મહિલા ઉંડી ખીણમાં ખાબકી  હતી જોકે વચ્ચે ઝાડીમાં ફસાઈ જતા જીવ બચ્યો હતો

    અંગે મળતી વિગત મુજબ સાપુતારાના સૌથી ઉંચા સનરાઈઝ ડુંગર પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક મહિલા 200 ફુટ ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર ઈજા પહોંચી છે. સદનસીબે મહિલા ખીણની ઝાડીમાં ફસાઈ જવાથી અધવચ્ચે અટકી પડી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

    મહિલા ખીણમાં ખાબકી હોવાની જાણ મળતા આસપાસના યુવાનો ખીણમાં ઉતરી મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મહિલા નાસિકથી સાપુતારા ફરવા આવી હતી.

(10:57 pm IST)