Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સુરતના માંડવી પાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઇને હડતાળ પર ઉતર્યા

આગામી 26મીથી લડત ઉગ્ર બનાવવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી

સુરતના માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા કાયમી તેમજ રોજમદારોએ પોતાના વિવિધ પ્રશ્નો અંગે પાલિકાને અવારનવાર રજૂઆતો કરી હતી. પરંતુ પાલિકા દ્વારા તેમના પ્રશ્નો મુદ્દે કોઇ ધ્યાન ન અપાતા મોટી સંખ્યામાં કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવી હડતાળ પાડી પાલિકા બહાર દેખાવો યોજ્યા હતા.

નગરપાલિકામાં ચોક્કસ સમાજના કર્મચારીઓને હેરાનગતિ. સરકારના લઘુત્તમ ધારા હેઠળ રોજની ચૂકવણી, અવસાન પામેલા કર્મચારીના પરિવારને ગ્રેચ્યુઇટી ચૂકવવી તેમજ વાલ્મિકી સમાજના કર્મીઓની વારંવાર બદલી સહિતના મુદ્દાઓનું નિવારણ લાવવા કર્મચારીઓએ માંગ કરી છે જો પાલિકા દ્વારા માંગ સ્વિકારી લખિતમાં નહીં અપાય તો આગામી 26મીથી લડત ઉગ્ર બનાવવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

(9:19 pm IST)