Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજ્યના નાગરો અને મહાનગરોના બાંધકામ ક્ષેત્રે મહત્વના નિર્ણંય કરતા મુખ્યમંત્રી રૂપાણી :નવા CGDCR ને આખરી મંજૂરી

રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિકારી - સંક્ષિપ્ત નિયમો જાહેર : લોકોના “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર કરવા ગામતળ એક્સ્ટેન્શનમાં મળવાપાત્ર બેઝ FSI ઉપરાંત ચાર્જેબલ FSI મળી ૧.૮ FS મળશે

અમદાવાદ : રાજ્યના નગરો-મહાનગરોમાં બાંધકામ ક્ષેત્રને સ્પર્શતા પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રી વિજયભીએ રૂપાણીએ મહત્વનો નિર્ણ્ય કર્યો છે ગુજરાત રાજયના સમગ્ર વિસ્તારમાં અમલી કોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR) ને વધુ સરળ અને સંક્ષિપ્ત બનાવવાના ભાગરૂપે તેમજ ફાયર સેફ્ટીને વધુ સુદ્રઢ બનાવી લોકોના હિતનું રક્ષણ કરવા CGDCRને આખરી મંજૂરી આપી છે
   રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિકારી – સંક્ષિપ્ત નિયમો જાહેર કરતા વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં ક્રેડાઇ ગુજરાત દ્વારા આયોજીત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ ર૦૧૯નો પ્રારંભ કરાવતા આ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

   મુખ્યમંત્રીએ કરેલી મહત્વની જોગવાઇઓ મુજબ   શહેરી વિકાસ વિભાગ અંતર્ગત દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન/સત્તામંડળ-નગરપાલિકાઓ તથા ગ્રામ્ય વિસ્તારમાં દરેકને લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન  કરાયા છે લોકોના “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર કરવા ગામતળ એક્સ્ટેન્શનમાં મળવાપાત્ર બેઝ FSI ઉપરાંત ચાર્જેબલ FSI મળી ૧.૮ FSI મળશે સત્તામંડળમાં GME વિસ્તારની મળતી ચાર્જેબલ FSI ની રકમના ૫૦% રકમ જે તે સ્થાનિક સંસ્થાને જાહેર હેતુના કામ માટે ફાળવણી સમગ્ર રાજ્યમાં શહેરીકરણના નિર્દિષ્ટ વિસ્તારોમાં ખાનગી આવાસકારોને એફોર્ડેબલ હાઉસીંગ બનાવવા માટે પ્રોત્સાહન,કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જીન ,પેટ્રોલ પંપ / ફ્યુલિંગ તથા eV સ્ટેશન રોડના જંક્શન પર મળવાપાત્ર, પાણીના પ્રશ્નોના વધુ સચોટ નિરાકરણ માટે “રેઇન વોટર હાર્વેસ્ટીંગ” ના ભાગરૂપે માર્જીનમાં વરસાદી પાણી સંગ્રહ કરવા ટાંકી બનાવી, ઘરકામ માટે આ સંગ્રહિત પાણી વાપરવાનું આમેજ
, જળસંચય – જળસંગ્રહ - રિસાઇકલીંગ ઓફ વોટરને પ્રોત્સાહન આપવા નિર્ણ્ય કરાયો છે
   વિજયભાઇ રૂપાણીએ શહેરી વિકાસ ક્ષેત્રોને આયોજનબદ્ધ વેગ આપવા સાથે ખાનગી અને જાહેર જમીનો પરની ઝૂંપડપટ્ટી વસાહતોને સુવિધાયુકત આવાસ મળે તે માટે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના તહેતર૦રર સુધીમાં સૌને આવાસ છત્ર મળે તેવા ભાવ સાથે તાજેતરમાં અનેક પહેલરૂપ નિર્ણયો કર્યા છે.
, ટી.પી. એકટના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી. સ્ક્રીમ મંજૂર કરવાની સિદ્ધિ મુખ્યમંત્રીએ હાંસલ કરી છે.
તેમણે આ વર્ષ ર૦૧૯માં પણ નવ માસના ગાળામાં ૭પ ટી.પી. સહિત ૮ ડી.પી.ને મંજૂરીઓ આપી છી આયોજનબદ્ધ શહેરી વિકાસની સંકલ્પબદ્ધતા દર્શાવી છે.
   વિજયભાઇ રૂપાણીએ હવે બાંધકામના નિયમોમાં જે મહત્વપૂર્ણ જોગવાઇઓ કરી છે તેના પરિણામે નગરો-મહાનગરોમાં બાંધકામ ઊદ્યોગને નવી દિશા મળતી થશે.નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં દરેકને લાભ કર્તા રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવાનો પ્રયત્ન આ નવી જોગવાઇઓ દ્વારા કર્યો છે.
   મુખ્યમંત્રીએ બાંધકામના નિયમોમાં કરેલી મહત્વની જગવાઇઓની જાહેરાત આ પ્રમાણે છે:- ખૂબ જ ઓછા સમયગાળામાં ટી.પી. સ્કીમ પુરી કરવાના લક્ષ્યાંક સાથે, ટી.પી. ના જુદા જુદા તબક્કાને ઓછા કરી તાત્કાલિક પૂર્ણ કરવા કાયદામાં સુધારા માટે સૂચના લોકોના “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર કરવા ગામતળ એક્સ્ટેન્શનમાં મળવાપાત્ર બેઝ FSI ઉપરાંત ચાર્જેબલ FSI મળી ૧.૮ FSI મળવાપાત્ર રહેશે.
સત્તામંડળમાં GME વિસ્તારની મળતી ચાર્જેબલ FSI ની રકમના ૫૦% રકમ જે તે સ્થાનિક સંસ્થાને જાહેર હેતુના કામ માટે ફાળવણી કરાશે. ન ગરપાલિકાની D-8 અને ગ્રામ્ય વિસ્તારની D-10 કેટેગરીમાં બેઝ FSI તરીકે ૧.૨ તથા ૦.૬ ચાર્જેબલ મળી ૧.૮ FSI મળવાપાત્ર રહેશે.
D1, D2, D4 અને D7A કેટેગરીમાં ૩૬.૦૦ મી. કે તેથી પહોળા અને ૪૫ મી. થી નાના રસ્તા ઉપર મહત્તમ ૩.૬ FSI તથા ૪૫.૦૦ મી. કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર મહત્તમ ૪.0 FSI, રસ્તાની બંને બાજુ ૨૦૦.૦૦ મી. સુધી જે ઝોનમાં બેઝ FSI ૧.૫ અથવા વધુ હોય તેમાં બાકીની FSI ચાર્જેબલ ગણી મળવાપાત્ર રહેશે. કોમન પ્લોટમાં સોસાયટીના કોમન ફેસીલીટીઝના મળવાપાત્ર બાંધકામને FSI માંથી સંપૂર્ણ મુક્તિ. આ કોમન ફેસીલીટીઝ કોમન પ્લોટ સાથે એસોસીએશનને સોંપવાની રહેશે નોન ટી.પી. એરીયામાં નિયત સમય પહેલાં મંજુર થયેલ બિનખેતી તથા સબપ્લોટીંગના કિસ્સામાં ૨૫૦૦
ચો.મી. સુધીના પ્લોટમાં કપાત નહી કરવામાં આવે.
 સમગ્ર રાજ્યમાં શહેરીકરણના નિર્દિષ્ટ વિસ્તારોમાં ખાનગી આવાસકારોને એફોર્ડેબલ હાઉસીંગ બનાવવા માટે પ્રોત્સાહન અપાયુ. કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જીન રાખી શકાશે.
    ઇન્ડસ્ટ્રીઝ માટેના નાના પ્લોટમાં માર્જીન ઘટાડી ઉદ્યોગને પ્રોત્સાહન અપાયુ. “ઓપન ટુ સ્કાય” ની જોગવાઇ ફક્ત ગામતળ અને કોર સીટીમાં લાગુ. લાર પાવર પ્લાન્ટ દરેક ઝોનમાં મળવાપાત્ર રહેશે.મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સત્તામંડળોમાં જે એન્જીનીયર / આર્કીટેક્ટ રજીસ્ટર હોય તે સમગ્ર રાજ્યમાંપ્રેક્ટીસ કરી શકશે.સુરત શહેરમાં જરી ઉદ્યોગની આગવી ઓળખ ધ્યાને લેતાં જરી ઉદ્યોગના ઉપયોગ ડ્વેલીંગ-૨ માં પરવાનગીપાત્ર રહેશે.
પેટ્રોલ પંપ / ફ્યુલિંગ તથા eV સ્ટેશન રોડના જંક્શન પર મળવાપાત્ર રહેશે. ૯.૦ મીટરથી ઓછી પહોળાઈના રોડ પર DW-1, DW-2 પ્રકારના મકાનોની ઊંચાઇ ૧૦.૦૦ મી.ની જગ્યાએ ૧૨.૦૦ મી. મળવાપાત્ર થશે પાણીના પ્રશ્નોના વધુ સચોટ નિરાકરણ માટે “રેઇન વોટર હાર્વેસ્ટીંગ” ના ભાગરૂપે માર્જીનમાં વરસાદી પાણી સંગ્રહ કરવા ટાંકી બનાવી, ઘરકામ માટે આ સંગ્રહિત પાણી વાપરવાનું આમેજ કરાયું જળસંચય અને જળસંગ્રહને વેગ આપવાનો પ્રોત્સાહક પ્રયાસ.
 ૧૦૦ થી વધુ રહેણાંક આવાસોના એકમોના વિકાસના કિસ્સામાં ઘરકામમાં ઉપયોગ થયેલ પાણીને શુધ્ધ કરવા શુધ્ધીકરણ પ્લાન્ટ લગાવી બગીચા / લોન માટે આ પાણીનો ઉપયોગ કરવા આયોજન આમેજ-રિસાયકલીંગ ઓફ
યુઝડ વોટરને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર., રોડની પહોળાઇનાં સંદર્ભમાં મળવાપાત્ર ઉપયોગોમાં આરોગ્યલક્ષી ઉપયોગોનો સબંધિત કક્ષામાં ઉમેરો કરાયો.છે રેસીડેન્સીયલ ઝોન-૩ માં એજ્યુકેશન - ૧ અને ૨ માટે ૦.૯ ની ચાર્જેબલ FSI સાથે કુલ ૧.૨ FSI મળવાપાત્ર રહેશે  હોલોપ્લીંથમાં ઇલેક્ટ્રીક મીટર રૂમ માટે ૫૦.૦૦ ચો.મી. એરીયા FSI માંથી બાદ મળવાપાત્ર થશે.
  મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ અને પ્લમ્બીંગ, એર હેન્ડલીંગ યુનિટ, ફાયર ઇક્વીપમેન્ટ અને એર કન્ડીશનીંગ સિસ્ટમ FSI માંથી બાદ મળવાપાત્ર થશે. ડબલ હાઈટ અને ફોયર FSI માંથી બાદ મળવાપાત્ર થશે. વડોદરામાં DW1 અને DW2 કેટેગરીમાં ટેનામેન્ટ ટાઇપનાં બાંધકામમાં એડીશન/ ઓલ્ટરેશનનાં કિસ્સામાં, જુના જીડીસીઆરની જોગવાઇ મુજબ ૧.૨ મી સુધી સ્લેબ લેવલે બાલ્કની પ્રોજેક્શન મળવાપાત્ર થશે.
 ૧૫.૦૦ મી. થી ૨૫.૦૦ મી. બિલ્ડીંગની ઉંચાઇ તથા બિલ્ડીંગની ઉંડાઈ ૩૦.૦૦ મી થી વધારે ના હોય તેવા કીસ્સામાં સાઇડ અને રીઅર માર્જીનમાં વેહીક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.૨૦૦૦ ચો.મી. થી ઓછા ક્ષેત્રફળના પ્લોટમાં બિલ્ડીંગની ઉંચાઇ ૨૫.૦૦ થી ૪૫.૦૦ મી. સુધીની હોય તથા બિલ્ડીંગની ઊંડાઈ ૪૫.૦૦ મી. થી વધારે ન હોય તેવા કિસ્સામાં કોઈપણ એક સાઇડ અને રીઅર માર્જીનમાં વેહીક્યુલર રેમ્પ મળવાપાત્ર થશે.
ગામતળમાં રોડની પહોળાઇ મુજબ FSIની મર્યાદામાં બિલ્ડીંગની વધુ ઉંચાઇ મળવાપાત્ર થશે. આ સમિટના પ્રારંભ અવસરે ક્રેડાઇ ગુજરાતના પ્રમુખ પરેશભાઇ ગજેરા, ચેરમેન શેખરભાઇ પટેલ,  જક્ષય શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, રેરાના ચેરમેન અમરજીતસિંગ સહિત બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:21 pm IST)