Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સુરતના લીબાયતમાં શ્રમજીવી સહીત રીક્ષા ચાલક પર ચપ્પુથી હુમલો કરી જીવલેણ ઇજા પહોચાડી લૂંટ ચલાવનાર 3 આરોપીને પોલીસે ઝડપી પાડયા

સુરત: શહેરના લીંબાયતના કૈલાશ માનસરોવર એપાર્ટમેન્ટ નજીક ગત શનિવારે રાત્રે બે લુંટારૂઓએ શ્રમજીવી ઉપરાંત રીક્ષા ચાલક સહિત ત્રણ જણાને ચપ્પુ વડે ઇજા પહોંચાડી રોકડ અને મોબાઇલ ફોન મળી રૂા. 7500ની મત્તા લુંટીને ભાગી ગયા હતા. લીંબાયત પોલીસે બે મુસાફર અને રીક્ષા ચાલકને લુંટી લેનાર ત્રણની ધરપકડ કરી છે.

ડીંડોલી-નવાગામ રોડની રામનગર સોસાયટીમાં રહેતો અને માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતો પંકજ દેવરામ સોનવણે (.. 22) ગત શનિવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં રીંગરોડ રધુકુળ માર્કેટ પાસેથી રીક્ષામાં બેસી ઘરે જવા નીકળ્યો હતો. દરમ્યાનમાં રીક્ષામાં સવાર બે મુસાફરો લીંબાયત કૈલાશ માનસરોવર એપાર્ટમેન્ટ પાસે ઉતર્યા હતા ત્યારે બે લુંટારૂઓ ધસી આવ્યા હતા

(6:03 pm IST)