Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

આણંદની બોરસદ ચોકડી નજીક આઈશર ચાલકે સાયકલને હડફેટે લેતા કિશોરીનું ઘટનાસ્થળેજ મોત નિપજતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો

 આણંદ:શહેરની બોરસદ ચોકડી પાસે આવેલા જુના સેવા સદન પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતા એક આઈશર ટેમ્પાએ આગળ જતી સાયકલને ટક્કર મારતાં વર્ષના કિશોરનું નીચે પડી જવાને કારણે મોત થયું હતુ. અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને આઈશર ટેમ્પાના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર આણંદ શહેરના રૂપાપુરા ખાતે આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી મનિષાબેન શંકરભાઈ ડાભીની ભત્રીજી નંદીની આજે બપોરના સુમારે પોતાના વર્ષના ભાઈ અંશુને સાયકલ પર બેસાડીને વેટરનરી સ્ટાફ ક્વાર્ટર્સથી રૂપાપુરા તરફ આવી રહ્યા હતા ત્યારે અઢી વાગ્યાના સુમારે જુના સેવાસદન પાસે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા આઈશર ટેમ્પો નંબર જીજે-૦૫, એવી-૦૭૭૫એ ટક્કર મારતાં સાયકલ પાછળ બેઠેલો અંશુ નીચે પડી જતા ંતેને તુરંત સારવાર માટે રીક્ષામાં આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતુ.

(5:45 pm IST)