Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો જતા ગૃહિણીઓ પરેશાન છે ત્યાં શાકભાજીના ભાવમાં પણ ભડકો

અમદાવાદ :એક તરફ ચોમાસાને લઈને શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહિલાઓને કયુ શાક ખરીદવું અને કયુ નહિ તેની મૂંઝવણ છે. બીજી તરફ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ તો સાતમા આસમાને પહોંચી ગયા છે. જેને લઈને ગૃહિણીઓ પણ પરેશાન છે. હાલ રાજ્યભરના માર્કેટમાં શાકભાજીના ભાવમાં ભારે ભડકો જોવા મળ્યો છે. મોટાભાગના શાકભાજી વધુ મોંઘા બન્યાં છે. શાકભાજીના ભાવમાં પહેલા કરતા 50 ટકા વધારો નોંધાયો છે. ભારે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયાની સૌથી મોટું ડુંગળીનું માર્કેટ મહારાષ્ટ્રના લાસલગાવમાં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે.

શાકભાજીના કિલોના ભાવ ( રિટેલ )

    બટાકા 16 રૂપિયા

    ડુંગળી 70 રૂપિયા

    ગવાર 70 રૂપિયા

    ભીંડા 50 રૂપિયા

    ફ્લાવર 80 રૂપિયા

    કોબી 30 રૂપિયા

    રવૈયા 50 રૂપિયા

    ગિલોડા 100

    વાલોર 80

    રીંગણ 50 રૂપિયા

    તુરિયા 60

    શિમલા મિર્ચ 60

    પરવળ 70

    કારેલા 50

    કાકડી 50

    દૂધી 40

    વટાણા 140

    ભટ્ટા 50

    ગલકા 50

    દૂધી 40

ડુંગળીની આવક ઘટતા ભાવ વધ્યા

તો નાસિક, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈને ડુંગળીનું કરાયેલું વાવેતરનો બગાડ થયો છે. જેથી ડુંગળીની આવક પણ ગુજરાતમાં ઘટી છે. જેથી ડુંગળીની અછત સર્જાઈ છે. જેને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. એટલું જ નહિ, બીજી શાકભાજીના ભાવ પણ વધી ગયા છે. વધેલા ભાવો હજી એક મહિના સુધી ઘટે તેવી શક્યતા નથી દેખાઈ રહી. ત્યારે રોજબરોજ ઘરમાં વપરાતી ડુંગળીને લઈને ગૃહિણીઓને પણ મોંઘવારી પર માર પડ્યો છે. જે ડુંગળી તમામ શાકમાં વપરાય છે તે રૂ 70ની કિલો મળતા પણ વપરાશ પણ ઓછો કરવો પડ્યો છે. હાલ ગૃહિણીઓ માંગ કરી રહી છે કે શાકભાજીના ભાવ સસ્તા થાય તો થાળીમાં કંઈક પીરસી શકાય.

ઉલ્લેખનીય છે કેડુંગળીની કિંમતોએ સામાન્ય માણસોને રોવડાનું શરૂ કરી દીધું છે. દેશની રાજધાની દિલ્હીમાં આવેલા આજાદપુર બજારમાં ડુંગળીનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. જે 2015 બાદ સોથી ઉંચા સ્તર પર છે. જ્યારે એશિયાની સૌથી મોટું ડુંગળીનું માર્કેટ મહારાષ્ટ્રના લાસલગાવમાં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે. જેના કારણે બજારની આવક પણ ઘટી રહી છે. ખર્ચની સરખામણીએ આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. આજાદપુર બજારમાં કારોબારી અને ઓનિયન મર્ચેન્ટ એશોસિએશનના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શર્માએ કહ્યું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને મોટી માત્રામાં નુકશાન થયું છે. અને નવા ડુંગળીના પાક માટે રાહ જોવી પડશે. શર્માએ જણાવ્યું કે આ પહેલા ડુંગળીના ભાવ 2015માં 50 રૂપિયે કિલો પર પહોંચ્યા હતા.

ડુંગળીના ભઆવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ગત અઠવાડિયે તેમના ન્યુનતમ નિર્યાત મૂલ્ય એટલે કે એમઆઇપી 850 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે જેથી નિર્યાત પર રોક લાગવાથી દેશના બજારોમાં ડુંગળીની સપ્લાય ચાલુ રહી શકે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય એટલેકે ડીજીએફટીના 12 સપ્ટેમ્બર દ્વારા બહાર પડાવામાં આવેલા અધિસુચન અનુસાર ડુગલીના ન્યૂનતમ નિકાસ ભાવની કિંમત 850 ડોલર પ્રતિ ટનથી ઓછા ભાવ પર નિયાતની અનુમતી પણ આપાવમાં આવી છે.

(4:38 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST