Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

વચનામૃતતો સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ છે. તો સર્વેને વડતાલ ઉત્સવમાં પધારવા અમારું આમંત્રણ છે: પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ

વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત્ ગીતા, શ્રી ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે. : શાસ્ત્રી માધવપ્રિયદાજી સ્વામી વડતાલ ખાતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે.

SGVP ખાતે યોજાયેલ વિરાટ સંત્સગ મહાસંમેલન.....ઉમટેલો માનવ મહેરામણ   ૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગના વગેરે આયોજનની સેવા SGVP ગુરુકુલ સંભાળશે. ઉત્સવમાં ઉપસ્થિત રહેનાર લાખો ભકતોને  ઉતારા -જમવા વગેરે વ્યવસ્થાની ચાલતી તડામાર તૈયારી

અમદાવાદ તા. ૨૩  જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે તે તીર્થધામ વડતાલ ખાતે, આગામી કાર્તિકી પૂર્ણિમા સમૈયા પ્રસંગે, તા.-૧૧-૨૦૧૯ થી ૧૨-૧૧-૨૦૧૯ દરમ્યાન .પુ..ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા તૈયારી થઇ રહી છે ત્યારે પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણા, શાસ્ત્રી માધવપ્રિયદાજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં, પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ)ના વક્તા પદે તથા સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી કણભા ગુુરુકુલ, વડતાલ કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિ વિરાટ સત્સંગ સભા-સત્સગ મહાસંમેલન યોજાયું હતું. કાર્યક્રમની શરુઆતે તમામ સદગુરુ -વડિલ સંતો પધારતા તેઓશ્રીનું  હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    કથા સ્થાને વિરાજમાન પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડલવાળા) એ  સભામાં ઉપસ્થિત તમામ હરિભકતોને જણાવ્યું હતું કે વચનામૃતતો સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ છે. તો ગતે તે કામ મુકીને પણ આગામી તા.-૧૧ થી ૧૨-૧૧ દરમ્યાન વડતાલ ખાતે યોજાઇ  રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

 અત્યાર સુધીમાં બાર સત્સંગ સંમેલન યોજાઇ ગયા છે. ચારેબાજુ સંપ્રદાયમાં ઉત્સવનો થનગનાટ વધી ગયો છે. આગામી તા. ૨૪-ના રોજ અમરેલી મુકામે અને તા.૨૯-રવિવારના રોજ સુરત મુકામા પણ સત્સંગ સંમેલન યોજાશે.

  શા.માધવપ્રિયદાસજી સ્વામીએ હાલો વડતાલનો નારો ગજાવી સૌ કોઇને વડતાલ પધારવા હાર્દિક અામત્રણ પાઠવ્યું હતું. અને વચનામૃતનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત્ ગીતા, શ્રી ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે. પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી જે સત્સંગ સંમેલન યોજી સત્સંગીઓમાં જે જાગૃતિ લાવી રહ્યા છે તેની સેવાને બિરદાવી હતી.

 પ્રસંગે લંડન સત્સંગ વિચરણ કરતા વડતાલ પીઠધિપતિ .પુ..ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ સાથે વડતાલ પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી અને વડતાલ કોઠારી ડો, શ્રી સંતવલ્લભદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને ઉત્સવમાં પધારવા આંમંત્રણ આપ્યા હતા. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલ અને ભક્તિવેદાંતસ્વામીએ સંભાળ્યુુ હતુ. ઉપસ્થિત તમામને મહાપ્રસાદ પીરસવામાં આવેલ..

 

 

(12:31 pm IST)
  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST

  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST