Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગાજ્યા મેઘ વરસ્યા નહિ : સુરતમાં પાદવાની સ્પર્ધાનું સુરસુરિયું : માત્ર ૩ સ્પર્ધકો જ આવ્યા

ર૦૦ જેટલા લોકોએ નામ નોંધાવ્યા હતા : મશીન નોંધી શકે એવો એકેય સ્પર્ધક અવાજ નોંધાવી ન શકયા

સુરત, તા. ર૩ : : રવિવારે શહેરમાં એક વિચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાની જાહેરાતથી જ ઓનલાઇન રજિસ્ટ્રેશનથી લઈને સોશિયલ મીડિયામાં તેની ખૂબ ચર્ચા જોવા મળી હતી જોકે ગજયા મેદ્ય વરસે નહીં તેમ પાદવાની આ સ્પર્ધાનું સુરસુરિયું થઈ ગયું હતું.

સ્પર્ધાનું આયોજન હ્રદય માટે પાદવું સારું છે તેવી ટેગ લાઈન સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ જેટલો હાઇપ ક્રિએટ થયો હતો એટલો રવિવારે તેવો અવાજ આ સ્પર્ધામાં સાંભળવા ન મળ્યો. ગ્રીન માસ્કડ લઈને આવેલા જજોને આ માસ્કડ પહેરવાની જરુર ન પડી તેમજ સ્પર્ધાની ટ્રોફી પર જેમની તેમ ટેબલ પર પડી રહી. કેમ કે જયારે અહીં સ્ટેજ પર પાદવાનો વારો આવ્યો ત્યારે કોઈ સ્પર્ધક એવો અવાજ ન કાઢી શકયો કે સ્ટેજ પર પડેલા મશિનમાં તેની નોંધ લેવાય.

આ સ્પર્ધા માટે મુંબઈ, જયપુર અને દુબઈ સહિતની જગ્યાએથી આ સ્પર્ધા માટે ૨૦૦ જેટલા મહિલા અને પુરુષોએ નામ નોંધાવ્યું હતું. જોકે જયારે રવિવારે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે માંડ ૩ સ્પર્ધક હાજર રહ્યા. ૩ કલાક સુધી સ્પર્ધામાં પોતાના પાદવાના અવાજથી લોકોને આશ્યર્યમાં પાડવા મહેનત કર્યા બાદ ફકત સાઇલેન્ટ હવા છોડ્યા પછી રુ.૨૫૦૦દ્ગફ્રત્ન કેશ પ્રાઇઝ અને એક સુગંધીત ગિફ્ટ હેમ્પર મેળવ્યું હતું.

જોકે આ ઇનામ મેળવીને શરમ અનુભવતા એક ટેકસટાઇલ કંપનીના કર્મચારી અને સ્પર્ધક વિષ્ણુ હેડા(૩૦) કહ્યું કે મે કંઈ જ કર્યું નથી. તો બીજા એક સ્પર્ધક ૪૮ વર્ષના સુશિલ જૈન જે આ સ્પર્ધામાં ભઆગ લેવા માટે ભોલારડીથી આવ્યા હતા તેમણે પણ ખૂબ પ્રયાસ કર્યા અને જાતભાતના આસન કર્યા તો પણ સ્ટેજ પર પહોંચીને પાદવાનું સુરસુરીયું થઈ જતા તેમણે કહ્યું આ તો પરફોર્મન્સ પ્રેશર છે. જેથી ત્યાં હાજર લોકોમાં એક હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

(12:01 pm IST)