Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગુજરાતના ૮૮ તાલુકાઓમાં ૩ ઈંચ સુધીનો વરસાદ

અંબીકા નદીમાં પૂર... કોઝવે પાણીમાં ગરક..અનેક ગામો સંપર્ક વિહોણાઃ ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂરઃ ઉકાઈ નદીનું પાણી તાપીમાં..બે કાંઠેઃ ભાદરવામાં ગરમી...તડકો... તાપમાન ૩૩ ડીગ્રીને પાર

વાપી, તા. ૨૩ :. ભાદરવા માસના પવિત્ર શ્રાધ્ધ પક્ષમાં વાતાવરણમાં આવેલ બદલાવને પગલે કયાંક મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે, કયાંક સૂર્યદેવતા પોતાની હાજરીનો પરચો બતાવી રહ્યા છે.

ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ ભારેથી અતિભારે હેત વરસાવ્યુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે અને હજુ પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર પૂર્વ-મધ્ય અને ઉત્તર પૂ ર્વ અરબ સાગર પર બનેલુ ઓછું દબાણનું તંત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તટથી આશરે ૧૭૦ કિ.મી. દૂર છે. જેને પગલે ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો છે અને આગામી ૧૪ કલાકમાં ભારે વરસાદની આશંકા વ્યકત કરી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દરીયાકાંઠે પણ ભયજનક બન્યો છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અને  આ અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમને પગલે આગામી ૪૮ કલાકમાં દ. ગુજરાત તથા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

દ.ગુજરાત પંથકમાં અને ખાસ કરીને ડાંગ પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે અહીંની અંબિકા નદીમા ભારે પૂર આવ્યા છે. કોઝવે પામીમાં ગરક થતા ફરી કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

ગિરિમથક સાપુતારા સહિત વિસ્તારમાં ગત મોડી સાંજે વાદળોના ગડગડાટ અને વિજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ તુટી પડયો હતો. જેમા ગોઝારો બનાવ બન્યો છે.

સાપુતારાના ટેબલ પોઈન્ટ ખાતે ઉભા રહેલ પંકજભાઈ સોલંકી નામના ૨૭ વર્ષીય યુવાન પર વિજળી પડતા ઘટના સ્થળે તેમનુ કરૂણ મોત નિપજ્યુ હતુ. પંકજભાઈ સુરત પંથકના કામરેજ તાલુકાના જોખા ગામના રહેવાસી હોવાનું જાણવા મળે છે.

દ. ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી પણ સતત વધી રહી છે. ડેમમાંથી પાણી છોડાતુ હોવા છતા સપાટી વધી રહી છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધીને ૩૪૩.૪૨ ફૂટ પહોંચી છે. ડેમમાં ૧,૪૩,૨૯૬ કયુસેક પાણીના ઈનફલો સામે ડેમના ૬ દરવાજા પાંચ ફુટ અને ૨ દરવાજા ૩ ફૂટ ખોલી અહીંથી ૧,૨૫,૪૦૩ કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે.

જેને પગલે કોઝવેની જળ સપાટી સતત વધીને ૮.૩૧ મીટરે પહોંચી છે અને તાપી ફરીથી બે કાંઠે વહેવા લાગી છે. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડામાં સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમા ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં નેત્રંગ ૫૫ મી.મી., નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડોડીયાપાડા ૩૪ મી.મી., તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૩૧ મી.મી., સુરત જીલ્લાના તાલુકાઓમાં ઉમરપાડા ૩૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં વાસંદા ૨૪ મી.મી., ડાંગ જીલ્લાના તાલુકાઓમાં, આહવા ૨૫ મી.મી. અને વધઈ ૫૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉ. ગુજરાત પંથકમાં અહી પાટણ જીલ્લાના તાલુકાઓમાં પાટણ ૩૬ મી.મી., રાધનપુર ૨૮ મી.મી., શંખેશ્વર ૪૫ મી.મી. તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ અને દાંતીવાડા ૧૫ - ૧૫ મી.મી. તથા પાલનપુર ૭૩ મી.મી. નોંધાયેલ છે.

મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં ખેરાલુ ૧૦ મી.મી., સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં તલોદ ૧૦ મી.મી. અને ખેડબ્રહ્મા ૨૫ મી.મ.ી વરસાદ નોંધાયેલ છે.

જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં ખેડા જીલ્લાના તાલુકાઓમાં વાસો ૪૪ મી.મી., આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૧૭ મી.મી. અને આંકલાવ ૨૨ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં પાદરા ૩૩ મી.મી. વાઘોડીયા ૨૧ મી.મી. અને વડોદરા ૪૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં છોટા ઉદેપુર ૩૭ મી.મી., પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ગોધરા ૧૨ મી.મી. અને દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દેવગઢ બારીયા ૧૨ મી.મી., ફતેપુરા ૨૬ મી.મી. અને લીમખેડા ૨૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ લખાઈ રહ્યુ છે ત્યારે સવારે ૯.૩૦ કલાકે રાજ્યભરમાં સૂર્યદેવતાની હાજરીના પુરાવા વચ્ચે મેઘરાજા વિરામ પર જણાય છે.

(11:59 am IST)
  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST