Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વાત્રક નદીમાં અમદાવાદના પાંચ યુવકો ડૂબ્યા :ચારના કરૂણમોત :અન્ય એકની શોધખોળ

અમદાવાદથી ગણેશ વિસર્જન કરવા આવેલ યુવાનો નદીના પાણીના પ્રવાહમાં તણાયા

ખેડા જીલ્લામાં આવેલી વાત્રક નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન અમદાવાદના પાંચ યુવાનો ડુબ્યા હતા  અમદાવાદથી કઠલાલની વાત્રક નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે યુવાનો ગયા હતા, આ દરમ્યાન નદીના પ્રવાહમાં પાંચ યુવાનો તણાયા હતા.

   સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમે નદીમાં શોધખોળ કરી ચાર યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ હજુ ચાલુ છે.

(9:52 pm IST)