Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સુરતના ઓલપાડના સાયણ વિસ્તારમાં ગણેશ વિસર્જન વેળાએ અથડામણ :એકનું મોત :કારને આગ લગાવાઈ

કારચાલકને રસ્તામાં સાઈડ આપવા મામલે છરીથી હુમલો :મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું :તોડફોડ :પોલીસકર્મી પણ ઘવાયા

સુરતના ઓલપાડના સાયણ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન રસ્તામાં સાઇડ આપવા મુદ્દે એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી, ત્યારબાદ મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું અને આરોપીને તેમને સોંપી દેવા કહ્યું હતું.

પ્રાથમિક વિગત પ્રમાણે સુરતના ઓલપાડના સાયણમાં ધામધૂમ પૂર્વક ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આ દરમિયાન રસ્તા પર એક વ્યક્તિ કાર લઇને નીકળ્યો હતો. જેણે સાઇડ આપવા મુદ્દે ગેણેશ વિસર્જન કાર્યક્રમના આયોજક સાથે બોલાચાલી કરી હતી

   બાદમાં ઘર્ષણ એટલું વધી ગયું કે કાર સવાર શખ્સે આડેધડ ચપ્પુના ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હતા,જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ આરોપી શખ્સની કારને સળગાવી હતી

  રોષે ભરાયેલા ટોળાએ DySPની કાર પર પથ્થરમારો કર્યો હતો એટલું જ નહીં મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન ધસી આવી અને તોડફોડ શરૂ કરી હતી. ઘટનામાં પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.

(9:51 pm IST)
  • અમદાવાદમાં સમારકામ બાદ ફરીવાર રસ્તામાં ગાબડાં :અમદાવાદના ઘોડાસર અને હાટકેસવરને જોડતા ગુરુજી રેલવે ઓવરબિજના બન્ને છેડા નજીક બે જગ્યાએ ગાબડાં પડયા:એક ખાડો સેવન્થ ડે સ્કુલના ગેટની સામે પડ્યો જ્યારે બીજો ભુવો મુકતજીવન સ્કુલની સામે જ પડ્યો :આજ જગ્યા પર ગત માસે પડેલો ભુવો સમારકામ બાદ ફરી પડ્યો access_time 6:24 pm IST

  • ઈરાનમાં ફૂટબોલ મેચ જોવા છોકરાના કપડાં પહેરી છોકરી પહોંચી સ્ટેડિયમઃ ધરપકડઃ ધરપકડ થયેલી છોકરીને તેનો ફોટો ઈન્સ્ટગ્રામમાં પોસ્ટ કર્યોઃ સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 11:44 am IST

  • સુરેન્દ્રનગર:લખતરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો :વરસાદ શરુ થવાની સાથે જ સંખ્યાબંધ વિસ્તારોમાં વીજળી ગુલ access_time 1:00 am IST