Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ગુજરાતમાં રોજ બે મહિલા ઉપર રેપ થાય છે : અહેવાલ

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં ૬૨૧ રેપ કેસ : અપરાધોને રોકવા માટે વિવિધ પગલાં છતાં ગુના યથાવત બની રહ્યા છે : ગુજરાત વિધાનસભામાં વિગત રજુ કરાઈ

અમદાવાદ, તા. ૨૩ : ગુજરાતમાં દરરોજ બેથી વધુ બળાત્કારના બનાવ બની રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ બળાત્કારના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. આંકડા ઉપરથી આ બાબત સ્પષ્ટ થઈ જાય છે. અમદાવાદ શહેરમાં બળાત્કારના કિસ્સાઓ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૬૨૧ જેટલા નોંધાયા છે. પહેલી એપ્રિલ ૨૦૧૩થી લઈને ૩૧મી માર્ચ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં એટલે કે પાંચ વર્ષના ગાળામાં અમદાવાદ શહેરમાં ૬૨૧ બળાત્કારના કેસ નોંધાયા છે. જ્યારે તમામ જિલ્લાઓને ગણી લેવામાં આવે તો કુલ ૪૩૫૮ જેટલા બનાવ નોંધાયા છે. અનુસૂચિત જાતિની મહિલાઓ પર બળાત્કારના કિસ્સાઓમાં ઉલ્લેખનિય રીતે વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પહેલી એપ્રિલ ૨૦૧૩થી ૩૧મી માર્ચ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં અમદાવાદ શહેરમાં અનુસૂચિત જાતિની

મહિલાઓ પર ૫૧ બનાવ બન્યા છે.  એક અગ્રણી અંગ્રેજી અખબાર દ્વારા આ મુજબની અહેવાલ જારી કરવામાં આવ્યા બાદ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ ગુજરાત વિધાનસભામાં આ આંકડો રજુ કરાયો હતો.

મોરબીના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી હતી. જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ૪૩૫૮ બળાત્કારના કેસો પૈકી ૪૦૧ જેટલા કેસ અનુસૂચિત જાતિની મહિલાઓ પર બન્યા છે. ૧૪૦૪ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. ડેટા વિધાનસભામાં રજુ કરવામાં આવ્યા હતા. સરકારે પોતાના જવાબમાં એમ પણ કહ્યું છે કે અપરાધોને રોકવા માટે જુદા જુદા પગલાં લેવાઈ રહ્યા છે. બીજી બાજુ નેશન ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવે છે કે ભારતમાં ગુનાઓમાં આરોપી બળાત્કારનો શિકાર થતી પીડિતાને મોટાભાગે ઓળખતા હોય છે. આ ટકાવારી ૯૪ ટકાની આસપાસ છે.

એસસી મહિલા પર રેપ

         અમદાવાદ, તા. ૨૩ : અનુસૂચિત જાતિની મહિલાઓ સામે પણ પાંચ વર્ષના ગાળામાં ક્યાં કેટલા બનાવ નોંધાયા તે નીચે મુજબ છે.

વિસ્તાર.................................................... રેપ કેસ

અમદાવાદ શહેર.............................................. ૫૧

બનાસકાંઠા...................................................... ૪૦

કચ્છ પૂર્વ........................................................ ૩૫

કચ્છ પશ્ચિમ.................................................... ૩૨

રાજકોટ શહેર.................................................. ૨૫

મહિલાઓની સામે રેપ

અમદાવાદ, તા. ૨૩ : અમદાવાદ શહેરમાં પણ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં બળાત્કારના ૬૨૧ કેસ નોંધાયા છે. ક્યાં કેટલા કેસ પહેલી એપ્રિલ ૨૦૧૩થી લઈને ૩૧ માર્ચ ૨૦૧૮ વચ્ચે નોંધાયા તે નીચે મુજબ છે.

વિસ્તાર.................................................... રેપ કેસ

અમદાવાદ શહેર............................................ ૬૨૧

સુરત શહેર................................................... ૫૫૭

બનાસકાંઠા.................................................... ૨૫૦

દાહોદ........................................................... ૧૬૮

કચ્છ પશ્ચિમ.................................................. ૧૪૬

તમામ જિલ્લામાં......................................... ૪૩૫૮

(9:18 pm IST)