Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સરકાર લોકોના બંધારણીય હક પર તરાપ મારી રહી છે

લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ : કોંગ્રેસ : સરકારની વિરૂદ્ધ અવાજ રજુ કરી શકાય તેવું વાતાવરણ ઉભું કરાશે : સરકાર સામે લડવા ઈચ્છુક લોકોને પ્લેટફોર્મ

અમદાવાદ,તા.૨૩ : બંધારણમાં રહીને પ્રવૃત્તિ કરવાનો દરેકને અધિકાર છે. મૂળભૂત અધિકારોને બંધારણે આપેલ છે તે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર છીનવી રહી છે. વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિક સંગઠનો અને પ્રજાહિતમાં કામ કરતા સામાજિક સંગઠનો સાથે સંકલન-સંવાદ કરીને એક જૂથ કરવા અખિલ ભારતીય કોગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નવનિયુક્ત અખિલ ભારતીય સિવિક એન્ડ સોશિયલ આઉટરીચ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ મધુસુદન મિસ્ત્રી એ પત્રકાર સાથે વાતચીત જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર નાગરિકોના હક્કો અને અધિકાર પર તરાપ મારી રહી છે. ભિન્ન મત રજુ કરનાર, સરકારની નીતિ સામે અલગ વાત રજુ કરનાર કે પછી વિવિધ સમાજ, ખેડૂત સમાજ, પાટીદાર સમાજ,અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી, બક્ષીપંચ સમાજ પોતાના બંધારણીય હક્કો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર માટે લડત ચલાવનાર સંગઠનો, નાગરિકોને રાજદ્રોહી, રાષ્ટ્રદ્રોહીના સિક્કા લગાવી રહી છે, રાજદ્રોહના ગુન્હાની કલમ ચણા-મમરાની જેમ ઉપયોગ થઇ રહ્યો છે. સત્તામાં ટકી રહેવા માટે ભાજપ શાસકો આ પ્રકારના કારનામા કરી રહી છે. જુઠું બોલવું , વારંવાર બોલવું તે ભાજપાની કાયમી આદત બની ગઈ છે.

 રાજ્ય અને રાષ્ટ્રની નીતિ ઘડતર, રચનાત્મક કાર્યક્રમો, શિક્ષણ, આરોગ્ય, મહિલા-બાળકલ્યાણ, ખેતી, ખેતમજુરો, શ્રમિકોનો બહોળો વર્ગ આ દેશના રચનાત્મક કામમાં જોડવા સંસ્થાગત - વ્યકતિગત પ્રયત્નો અખિલ ભારતીય સિવિક એન્ડ સોસીયલ આઉટરીચ વિભાગ વિભિન્ન મત ધરાવનારને જોડવા માટે કામ કરશે. બંધારણ મુજબ નિર્ભય રીતે સંસ્થા હોય કે વ્યક્તિ કામ કરી શકે તે દિશામાં કામ કરવું જરૂરી છે.

(9:16 pm IST)