Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

વાપીમાં હાઉસિંગ સોસાયટીની બાલ્કનીની પાળી તૂટી પડતા એક બાળકી સહીત ત્રણ લોકોને ઇજા

વાપીમાં હાઉસિંગ સોસાયટીની એક બાલ્કનીની દીવાલ ધરાશાયી થઈ છે. ત્રણ માળની ઈમારતની અગાસી પર બાંધેલી પાળી અચાનક ધડાકા ભેર તૂટી પડતા એક બાળકી સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વાપી હાઉસિંગ સોસાયટીમાં અગાઉ પણ આવી બેથી ત્રણ વખત ઘટના બની ચુકી છે. જેમાં 3 વ્યક્તિનાં મોત પણ થયાં હતાં.

(7:48 pm IST)