Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

બનાસકાંઠાના દાંતાના હરીગઢમાં ચોરી કરવા આવેલા એક શખ્સની નિર્મમ હત્યા

લોકોના ટોળાએ ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારી હતી:છ શખ્શો સામે નામજોગ અને ટોળા સામે ફરિયાદ

બનાસકાંઠાના દાંતાના હરીગઢમાં ચોરી કરવા આવેલા શખ્સની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. લોકોના ટોળાએ ઝાડ સાથે બાંધી લાકડીઓ ફટકારી હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત શખ્સનું મોત થયુ હતું. આ મામલે હરિગઢના 6 શખ્સો સામે નામજોગ અને 40થી 50ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી. દાંતા પીએસઆઇ જ ફરિયાદી બન્યા હતા.

(6:08 pm IST)
  • લુણાવાડાના ભલાડામ ગામે વીજળી પડતા એક વૃદ્ધનું મોત:પગી અર્જનભાઈ ગલભાઈ ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાથી મોત નીપજ્યું access_time 1:01 am IST

  • અમદાવાદમાં સમારકામ બાદ ફરીવાર રસ્તામાં ગાબડાં :અમદાવાદના ઘોડાસર અને હાટકેસવરને જોડતા ગુરુજી રેલવે ઓવરબિજના બન્ને છેડા નજીક બે જગ્યાએ ગાબડાં પડયા:એક ખાડો સેવન્થ ડે સ્કુલના ગેટની સામે પડ્યો જ્યારે બીજો ભુવો મુકતજીવન સ્કુલની સામે જ પડ્યો :આજ જગ્યા પર ગત માસે પડેલો ભુવો સમારકામ બાદ ફરી પડ્યો access_time 6:24 pm IST

  • મહીસાગર:લુણાવાડાના લીંબોદ્રા ગામ પાસે મહીસાગર નદીમાં બે યુવકો ડુબ્યા:મહીસાગર નદી પાસે ઉભા રહી સેલ્ફી લેતી વખતે નદીમાં ડુબ્યા:1 યુવકને સ્થાનિક તરવ્યાની મદદથી જીવિત બહાર કાઢવામાં આવ્યો:1 યુવકની શોધખોળ ચાલુ. access_time 10:17 pm IST