Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સુરતમાં ગઈકાલ ની આરતી પછી મોડીરાત્રે જ ગણેશ મંડપમાં બ્રાહ્મણોને બોલાવીને વિસર્જનની પૂજા શરૂ કરી દેવામાં આવી હતી.

સુરતમાં  ગઈકાલ ની આરતી પછી મોડીરાત્રે જ ગણેશ મંડપમાં બ્રાહ્મણોને બોલાવીને વિસર્જનની પૂજા શરૂ કરી દેવામાં આવી હતી.

 

સુરત : સુરતના લોકોએ રાત્રિના એક વાગ્યાથી જ ગણેશજીના વિસર્જનની કામગીરી શરૂ કરી દીધી હતી. મોડા વિસર્જન કરવામાં આવે તો શ્રીજીની પ્રતિમાઓની દુર્દશા થાય તેવું વિચારી ગણેશ ભક્તો મોડીરાતથી જ બહાર નીકળી ગયા હતા.

તાપી નદીમાં ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ અને મહાનગરપાલિકાએ બનાવેલા 22 કૃત્રિમ તળાવમાં વિસર્જનની કામગીરી મોટો પડકાર હોવાની વાત ગણેશ ભક્તોને સમજાઈ ગઈ હતી. દસ દિવસ જે ગણેશજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હોય અને વિસર્જનના તેમની પ્રતિમાની દુર્દશા થાય તેવું ભક્તોને પાલવે તેમ ન હતું. જેના કારણે ગઈકાલની આરતી પછી મોડીરાત્રે જ ગણેશ મંડપમાં બ્રાહ્મણોને બોલાવીને વિસર્જનની પૂજા શરૂ કરી દેવામાં આવી હતી.

(3:10 pm IST)
  • રાજકોટના રેષકોર્સ રિંગ રોડ પર બેકાબુ કારે ત્રણ વાહનને લીધા હડફેટે:ત્રણ વાહનને હડફેટે લઇ કાર ફૂટપાથ પર ચડી ગઇ:અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા:કાર ચાલક કાર મૂકી ફરાર:પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી access_time 6:36 pm IST

  • સુરેન્દ્રનગર:લખતરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો :વરસાદ શરુ થવાની સાથે જ સંખ્યાબંધ વિસ્તારોમાં વીજળી ગુલ access_time 1:00 am IST

  • કચ્છમાં અચાનક વાતાવરણમાં પલટો:માંડવીના ભુજપુર સહિત આસપાસના ગામોમાં વરસાદ:પવન સાથે મેઘમહેર થતા વાતાવરણામાં ઠંડક પ્રસરી :લોકોમાં ખુશીની લહેર છવાઈ access_time 9:36 pm IST