Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ભર ભાદરવે રાજયના ૧ર૩ તાલુકાઓમાં ઝરમરથી ૪ ઇંચ વરસાદ : ખેડૂતો ખુશખુશાલ

વાપી :  ચોમાસાની આ સિઝનમાં ભાદરવા માસના બીજા પખવાડીયામાં જયારે આકરો તાપ હોવો જોઇએ ત્યારે વાતાવરણમા સર્જાયેલ બદલાવને પગલે  રાજયના ૧ર૩ તાલુકાઓમાં મેઘમહેર થતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

રાજયમાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજાના વિદાયની ચર્ચા વચ્ચે અચાનક સર્જાયેલ વાતાવરણના નાટયાત્મક પલટાને પગલે રાજયમાં મેઘામહેર જોવા મળી હતી.

મધ્યપ્રેદેશમાં સર્જાયેલ  વરસાદની સિસ્ટમનો ફાયદો ગુજરાતને થયો છે. છેલ્લા  ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો.. ગોધરા ૧૦૩ મીમી, દાહોદ ૮પ મીમી, મારેવાહડફ ૭૮ મીમી, કબટ ૭પ મીમી, મેઘરજ ૭૪ મીમી, મોડાસા અને સંતરામપુર ૭૩-૭૩ મીમી, હિમંતનગર અને છોટાઉદેપુર ૬૯-૬૯ મીમી, સુરત સીટી ૬૭ મીમી, ફતેપુરા, ગરબડા અને ઝાલોદ માં ૬પ-૬પ મીમી, શહેરા અને માંડવી ૬૪-૬૪ મીમી, માલપુર ૬૩ મીમી, ડોલવકા ૬૧ મીમી, જાંબુઘોડા પ૭ મીમી. સાંજેલી અને મહુવા પપ મીમી, બોર્ડલી  પર મીમી, અને પલસાણ પર મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત  બાથડ અને  દેવગઢ બારયા ૪૮-૪૮ મીમી, વિજયનગર ૪૭ મીમી, બાલાસિનોર ૪૬ મીમી અને ધનસુરા ૪૩ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પ્રાતિજ, નસવાડી, ખાનપુર, લિલકવાડા અને બારડોલી ૪૧-૪૧ મીમી તો દેગામ, સંખેડા અને ધરમપુર ૪૦-૪૦ મીમી, ભીલોડા અને હાલોલ ૩૯-૩૯ મીમી આણંદ અને લુકવાડા ૩૮-૩૮ મીમી, કઠલાલ, નડિયાદ અને પેટલાદ ૩૭-૩૭ મીમી વરસાદ નોંધાયેલ છે.

વડાલી ૩પ મીમી, ઇડર ૩૪ મીમી, મીકાસા,માતર અને અમદાવાદ સીટી ા૩૩ મીમી, વિજાપુર,ડભોઇ અને મહેમદાબાદ ૩૧-૩૧ મીમી, જયારે  તલોદ, કલેાલ,જેતપુર, પાવી, ર્ધાયમ્બા, લીમખેડા અને માંગરોળ ૩૦-૩૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉમરેઠ, ઓલપાડ અને વડોદરા ર૯-ર૯ મીમી, કપડવંજ ર૮મીમી, સોજીત્રા ર૭ મીમી, વાર્સા અને ચોર્યાસી ર૬-ર૬ મીમી તથા  કડીલા અને સીંધવડ રપ-રપ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયના પ૭ તાલુકાઓમાં ૧ મીમી થી ર૪ મીમી હળવો વરસાદ નોંધાયેલ છે. હજુ પણ આગામી ર૪ કલાક રાજયના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે.

(12:40 pm IST)