Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

પગાર વધારાનો લાભ લેનારા રાજ્યના 141 ધારાસભ્યો કરોડપતિ : બીજેપીના 99માંથી 88 અને કોંગીના 77માંથી 54 ધારાસભ્યો કરોડોપતિ

સૌરભ પટેલ પાસે સૌથી વધુ 123 કરોડની સંપત્તિ :ધનજીભાઈ પટેલ અને જવાહર ચાવડા પસે પણ 100 કરોડથી વધુ સંપત્તિ ;જીજ્ઞેશ મેવાણી પાસે સૌથી ઓછી

ગુજરાત સરકારે તમામ ધારાસભ્યોના પગાર અધધ 65 ટકા વધારી દીધા હતા ત્યારે પ્રજાજનોમાં ભારે રોષ ફેલાયો છે રાજ્યના  182 ધારાસભ્યોમાંથી 141 કરોડપતિ છે. છતાંય એમ કહેવાતું હતું કે ધારાસભ્યોને પગાર ઓછો પડતો હતો. અને ખર્ચમાં પહોંચી વળતા ન હતા.

પગારવધારો થયો તેવા ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોમાંથી ૧૪૧ કરોડોની સંપત્તિ ધરાવે છે એટલેક કે 77 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. ભાજપના ૯૯માંથી ૮૪,  કોંગ્રેસના ૭૭માંથી ૫૪ ધારાસભ્યો કરોડપતિ છે. તો ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને એનસીપીના ૧ ધારાસભ્ય પણ કરોડપતિ છે. ૧૮૨ ધારાસભ્યોની સરેરાશ રૂ. ૮.૦૩ કરોડની સંપત્તિ ધરાવે છે.

   ભાજપના સૌરભ પટેલ સૌથી વધુ રૂ. ૧૨૩ કરોડની સંપત્તિ ધરાવે છે. ભાજપના જ ધનજીભાઇ પટેલ, કોંગ્રેસના જવાહર ચાવડાની પણ રૂ. ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. ડિસેમ્બર ૨૦૧૭ અનુસાર સૌથી ઓછી સંપત્તિ હોય તેવા ધારાસભ્યોમાં રૂ. ૧૦.૨૫ લાખ સાથે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.

(1:35 pm IST)