Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પાટણમાં ખેલમહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધાનો મહિલાઓએ કર્યો બહિષ્કાર :તંત્રમાં દોડધામ

ખેલ અધિકારીની જોહુક્મીની કલેક્ટરને રજૂઆત કરવા છતા ઉકેલ નહીં આવતા કરાયો બહિષ્કાર

 

પાટણમાં ખેલમહાકુંભ અંતર્ગત ઓપન કેટેગરીની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેનો મહિલા સ્વિમરોએ બહિષ્કાર કરતા તંત્રમાં દોડધામ મચી હતી

  પાટણ સરદાર રમતગમત સંકુલ છેલ્લા કેટલાક દિવસથી વિવાદોમાં ઘેરાયું છે.અહીં સ્વિમિંગ પુલની વ્યવસ્થા સારી છે પણ સંકુલના અધિકારીઓની જોહુકમીને કારણે મહિલાઓની ચાલતી બેચ બંધ કરાતાં તેનો વિરોધ ખેલ મહાકુંભમાં જોવા મળ્યો હતો .

  મહિલા સ્પર્ધકોએ બહિષ્કાર કરતા મામલો ગરમાયો છે. રમતગમત અધિકારીએ કોઈપણ જાતની સૂચના વગર મહિલાઓ માટે સ્વિમિંગ પર પ્રતિબંધ મુક્યો છે. જેને લઇ સ્વિમિંગ શીખવા આવતી મહિલાઓએ કલેકટર સુધી રજૂઆત કરી હતી. પણ કોઈ નિર્ણય નહીં આવતા  ખેલમહાકુંભ સ્પર્ધામાં સ્વિમિંગનો બહિષ્કાર કર્યો છે.

(10:18 pm IST)