Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પીપલગ ચોકડી નજીક ડિવાઈડર ક્રોસ કરતી બસે યુવાનને હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

પીપલગ:ચોકડી પાસે ડીવાઈડર ક્રોસ કરી રહેલા એક યુવાનને લક્ઝરી બસે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે નડીયાદ રૂરલ પોલીસે લક્ઝરી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


કઠલાલ તાલુકાના ભાટવાડા સીમમાં રહેતાં દશરથભાઈ શંકરલાલ પરમાર પોતાની પત્ની અને એક સંતાનને લઈ આજરોજ પીપલગમાં પોતાની બહેનને મળવા જવા નીકળ્યાં હતાં. બપોરના સમયે પીપલગ નેશનલ હાઈવે નં ૮ પર શાકમાર્કેટ નજીક દશરથભાઈ પોતાની પત્ની અને સંતાન સાથે ડીવાઈડર ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલ મીની લકઝરી બસ નં જીજે ૧૦ ટીવી ૮૩૮૩ ની ટક્કરથી ૪૫ વર્ષીય દશરથભાઈ શંકરલાલ પરમારનું મોત નીપજ્યું હતું. 
 

(5:16 pm IST)