Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કપડવંજના એન્જીનીયર યુવાને ફાસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી

કપડંવજ: શહેરમાં આવેલ એક સોસાયટીમાં યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ગત્ રોજ મોડી સાંજે આ ઘટનાની જાણ થતા જ શહેર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

શહેરના રત્નાકરમાતા રોડ ઉપર આવેલ રત્નસાગર સોસાયટીમાં રહેતા વિવેકભાઈ પ્રવિણભાઈ સુથાર (ઉં.વ.૩૪) એ એકાએક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. કપડવંજ શહેરમાં ઘર ભાડે રાખી રહેતા વિવેકભાઈ પોતે  એન્જીનીયરના વ્યવસાય સાથે જોડાયેલા છે.આ યુવકે કોઈ કારણોસર ગત્ રોજ સમી સાંજે પોતાના ભાડાના મકાનની સીલીંગ ફેન સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

(5:15 pm IST)