Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મણિનગરશ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પર્યાવરણ જાગૃતિ-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગમ્ય ધામ શ્રી સ્વામિ નારાયણ મંદિર ખેડા દ્વારા યોજાયેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિ-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજયો જેમાં પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજ દ્વારા નગરમાં તેમજ આજુબાજુમાં મોટા પાયે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે વૃક્ષોથી નગર હરિયાળુ બને છે, વૃક્ષો વાવો દરિદ્રતા દૂર કરો. ઘર અને ગામની સફાઇમાં સર્વની ભલાઇ છે માટે સફાઇ માટે દરેકને હાકલ કરી હતી. તેવું સદ્ગુરૂ ભગવત્પિયદાસજી સ્વામી મહંતની એક યાદીમાં જણાવાયું છે.

 

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના ઉપક્રમે આવતીકાલ ર૩ સપ્ટે.ના રોજ ગણેશ વિસર્જન : ભગવાન ગણેશજીની પ્રતિમા હજીરાના વિશાળ દરિયામાં પધરાવવા સાધુ સંતોની અપીલ

 

(4:02 pm IST)