Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

'રુબિ, સફાયર અને એમરલ્ડની ચમક' વિષે સેમિનાર

(કેતન ખત્રી) અમદાવાદઃ જેમ્સ એન્ડ જવેલરીના ખરીદદારોને વિશ્વાસ પૂરો પાડવામાં મદદ મળી રહે તે માટે જીઆઈએ ઈન્ડિયા દ્વારા 'રુબી, સફાયર અને એમરલ્ડની ચમક' પર વેપાર જગત માટે ગાંધીધામ  ખાતે શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ભુજ બુલિયન એન્ડ મરચંડ એસોસિએશન, ભુજના ૧૮૫ થી વધુ સભ્યોએ આ ત્રણ મુખ્ય રત્નો અંગે મહત્વની જાણકારી મેળવવા સેમિનારમાં ભાગ લીધો હતો. જીઆઈએના ઈન્સ્ટ્રકટર વિજય પરમારે રુબીસ, સફાયેસ અને એમરલ્ડસના શ્રેષ્ઠ કલર્સ, શ્રેષ્ઠ ગુણવત્તા, તેના સ્ત્રોતો, પ્રક્રિયાઓ અને કૃત્રિમતા સંદર્ભમાં મહત્વની માહિતી પૂરી પાડી હતી. એમ જીઆઈએ ઈન્ડિયા અને મધ્ય પૂર્વના મેનેજિંગ ડિરેકટર નિરુપા ભટ્ટે જણાવ્યું હતું.

(3:33 pm IST)