Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના ઉપક્રમે આવતીકાલ ર૩ સપ્ટે.ના રોજ ગણેશ વિસર્જન : ભગવાન ગણેશજીની પ્રતિમા હજીરાના વિશાળ દરિયામાં પધરાવવા સાધુ સંતોની અપીલ

સુરત : જય શ્રી ગણેશ, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામીશ્રી અંબરીશાનંદજી, મહામંત્રીશ્રીઓ મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી સીતારામદાસજી, મહંતશ્રી વિશ્વેશ્વરાનંદજી સહિતના મુખ્ય સંતો-મહંતોશ્રી દ્વારા એક સંયુકત નિવેદનમાં જણાવે છે કે,

અનંત ચૌદસ યાને ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનો દિવસ, આગામી તા. ર૩ મી સપ્ટેમ્બર-ર૦૧૮, રવિવારના રોજ ભગવાન શ્રી ગણેશજી રંગેચંગે વિદાય થનાર છે. ત્યારે હિન્દુ ધર્મની ગરીમા જાળવવા અને ધાર્મિકતા પ્રમાણે વિસર્જનની પવિત્રતા જાળવવા માટે સમગ્ર સુરત શહેરના પ ફૂટથી વધુ ઉંચાઇ ધરાવનાર મૂર્તિના શ્રી ગણેશ આયોજકોને સુર્યોદય સમયે સવારથી જ શ્રી ગણેશનું વિસર્જન કરાવવા માટે નવનિર્મિત હજીરાના બોટ પોઇન્ટ ઓવારો, ડુંમસના ર (બે) ઓવરા અને ભીમપોર ગામના ઓવારા ઉપરથી વિશાળ દરીયાનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. તેવું શ્રી અનિલભાઇ બિસ્કીટવાાલની યાદી જણાવે છે.

(12:37 pm IST)