Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

નેશનલ ફીટનેશ એસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ડાંગના બે શિક્ષકોની પસંદગી

 

ડાંગ : ખેલો ઈન્ડિયા અંતર્ગત નેશનલ ફીટનેશ એસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ડાંગના બે શિક્ષકોની પસંદગી થઇ છે

 ખેલો ઈન્ડિયા અંતર્ગત નેશનલ ફીટનેશએસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ૪૫ વર્ષથી નીચેની ઉંમરના વ્યાયામ શિક્ષકોમાં ડાંગ જિલ્લાના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના માર્ગદર્શન હેઠળ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક દિવસની તાલીમ આપવામાં આવી હતી.

  સંતોક બા ધોળકિયા વિઘામંદિર,માલેગામના વ્યાયામ શિક્ષક વિરલભાઈ ડી.ટંડેલ અને એકલવ્ય મોડેલ રેસી ડેન્શીયલ સ્કુલ,આહવાના વ્યાયામ શિક્ષક માવજીભાઈ બી.ભોયે ને નેશનલ ફીટનેશ એસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર TOT તરીકે પસંદગી થવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ અભિનંદન આપ્યા હતા.

(11:00 pm IST)