Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

HDFC, માસ્ટર કાર્ડના મિલેનિયા કાર્ડ લોંચ કર્યા

મિલેનિયલ સેગમેન્ટમાં પહેલ

અમદાવાદ, તા.૨૩ : એચડીએફસી બેંક અને માસ્ટર કાર્ડએ આજે મિલેનિયા શ્રેણી લોન્ચ કરી છે. તે મિલેનિયા તરીકે ઓળખાતી વર્તમાન યુવા પેઢીની જીવનશૈલી અને આકાંક્ષાને પરિપૂર્ણ કરનારા કાર્ડસની ભારતની સર્વપ્રથમ શ્રેણી છે. આ કાર્ડસ ખાસ કરીને ડિજીટલ વ્યવહારોને પ્રાધ્યાન્ય આપનારી નવી પેઢીને અઢળક લાભ અને પુરસ્કારો પ્રદાન કરે છે. આ મિલેનિયલ્સનું સંખ્યાબળ નાનુંસૂનું નથી. ૪૪ કરોડની સાથે તે ભારતની કુલ વસતીના ૩૪ ટકા થવા જાય છે એમ એચડીએફસી બેંકની કાર્ડ પેમેન્ટ પ્રોડક્ટ્સ, મર્ચંટ એક્વાયરિંગ સર્વિસિઝ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ શ્રી પરાગ રાવએ જણાવ્યું હતું.

         તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મિલેનિયલ્સનો જીવન પ્રત્યેનો અભિગમ તદ્દન અલગ છે. તેમનું ઘડતર ટેકનોલોજીથી થયું છે અને તેઓ પરંપરાગત સીમાચિહ્નોને હાંસલ કરવાની ઉતાવળમાં નથી હોતા. તેઓ ફુરસદ પર પણ સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે અને નવા અનુભવોને પણ મહત્ત્વ આપે છે. તેમની પ્રાથમિકતાની યાદીમાં બહાર જમવા જવું, પ્રવાસ, પરિધાનો અને જીવનશૈલી સંબંધિત ચીજોની ખરીદી વગેરે સહિતની મનોરંજનની બાબતો અગ્રેસર રહે છે. અમે જે યાત્રા શરૂ કરવા જઈ રહ્યાં છીએ તેના માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. મિલેનિયલ્સ એ આપણા દેશનું ભવિષ્ય છે અને તે આપણે અસીમ તકો પ્રદાન કરે છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે, કાર્ડસની આ વિશિષ્ટ શ્રેણી તેમની અતિ વિશિષ્ટ જીવનશૈલીને પૂરક બની રહેવાની સાથે-સાથે અમને તેમની સતત વિકસતિ જતી જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાનો મોકો આપશે. કાર્ડસની  આ મિલેનિયા રેન્જ આજની પેઢીને તેમના જીવનના અન્ય પાસાંઓ સાથે બાંધછોડ કર્યા વગર બીજું ઘણું કરવાની સંભાવના પૂરી પાડે છે.

         દરમ્યાન માસ્ટર કાર્ડના દક્ષિણ એશિયાના ડિવિઝન પ્રેસિડન્ટ શ્રી પ્રોયુષસિંહએ જણાવ્યું હતું કે, ભારત એ એક યુવાન દેશ છે અને મિલેનિયલ્સની આકાંક્ષાઓ સતત વિકસતી જઈ રહી છે. મોબાઇલને પ્રાધાન્ય આપનારી ડિજીટલ મૂળની આ પેઢી નહિવત્ રોકડ વ્યવહારો ધરાવતા અર્થતંત્રનું નિર્માણ કરવા માટે એક અદભૂત તક પૂરી પાડે છે. માસ્ટરકાર્ડ સલામતીના માપદંડોની સાથે વપરાશકર્તાઓને નિર્બાધ અનુભવ પૂરો પાડવાનું ઉત્તમ સંયોજન ધરાવે છે તથા તે ઝડપથી જીવનશૈલી અને અનુભવ-કેન્દ્રી બ્રાન્ડમાં પરિવર્તિત થઈ રહી છે, મિલેનિયલ્સ જેની કદર કરે છે. માસ્ટરકાર્ડ આ સેગમેન્ટને લક્ષિત આ કાર્ડસની એક્સક્લુસિવ રેન્જને લોન્ચ કરવા માટે એચડીએફસી બેંક સાથે સહભાગીદારી કરીને ખૂબ જ પ્રસન્ન છે.

(9:13 pm IST)