Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમદાવાદના કોર્પોરેટરનો લાંચનો વિડિઓ મામલે મેયરે કહ્યું પ્રદેશમાં રજૂઆત કરશું :અધિકારીઓને સસ્પેન્ડ કરશું

કોર્પોરેટનું આ પ્રકારનું વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી

અમદાવાદના ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ માંગતો કથિત વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે

  અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બીજલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોર્પોરેટરના વીડિયો મામલે શહેર અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. મેયરે જણાવ્યું કે કોર્પોરેટનું આ પ્રકારનું વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી. જો આ મામલામાં કોઇ અધિકારીની પણ સંડોવણી બહાર આવશે તો કમિશનર દ્વારા પણ તેમના વિરૂદ્ધ પગલાં લેવામાં આવશે. તેમજ જરૂર પડ્યે કોર્પોરેટર અને અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવશે તેવી ખાતરી મેયરે ઉચ્ચારી છે.

(8:40 pm IST)