Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમદાવાદના ઈસનપુરના કોર્પોરેટરનો કથિત લાંચ માંગવાનો વિડિઓ વાયરલ : પાર્ટીએ સસ્પેન્ડ કર્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું પણ કહ્યું હતું.

અમદાવાદના ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ માંગતો કથિત વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીએ તાત્કાલિક પગલાં લઈને તેને સસ્પેન્ડ કર્યા છે  આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદના મેયર બીજલ પટેલે પ્રતિક્રિયા આપતા કોર્પોરેટનું આ પ્રકારનું વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી તેમ જણાવી આ મામલે શહેર અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાનુ જણાવ્યું હતું.

  અત્રે ઉલેલ્ખનીય છે કે ઈસનપુર વોર્ડના કોર્પોરેટરનો એક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસ ગેરકાયદે બાંધકામ અંગે એક બિલ્ડર પાસે લાંચ માંગી હતી. આ ઉપરાંત તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું પણ કહ્યું હતું. જેમા તેમણે ઘણા અધિકારીઓના નામ પણ લીધા હતા. ગેરકાયદે બાંધકામ અંગે બિલ્ડર પુલકિત વ્યાસને દસ હજાર રૂપિયા આપે છે ત્યારે તેઓ કહે છે કે આટલાથી કઈ ના થાય. ત્યાર બાદ તેઓ પાંચ હજાર રૂપિયા વધુ માંગે છે. આ વીડિયો સામે આવ્યા બાદ પુલકિત વ્યાસને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(7:57 pm IST)